મહારાષ્ટ્ર સરકાર પ્રૌદ્યોગિક ક્ષેત્રમાં સારું કામ કરનાર લોકોને રાજીવ ગાંધીના નામથી એવોર્ડ આપશે

227

મુંબઇ,તા.૧૧
મહારાષ્ટ્ર સરકારે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના નામ પર એક એવોર્ડ લાવવાની જાહેરાત કરી છે. આ એવોર્ડ સૂચના પ્રોધોગિકી ક્ષેત્રમાં સારા કામ કરનારાઓને આપવામાં આવશે.
મહારાષ્ટ્ર સરકારે એવા સમયે આ એવોર્ડની જાહેરાત કરી છે જ્યારે કેન્દ્રએ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડનું નામ બદલીને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ કરી દીધુ છે. મહારાષ્ટ્રના ગૃહ રાજ્ય મંત્રી સતેજ ડી પાટિલે તેની જાણકારી ટ્‌વીટ કરીને આપી છે. તેમણે કહ્યુ- આઇટી રાજ્ય મંત્રી, મહારાષ્ટ્રના રૂપમાં મને આ જાહેરાત કરતા ગર્વ થઇ રહ્યો છે કે એમવીએ સરકારે ૨૦ ઓગસ્ટ ૨૦૨૧માં સ્વર્ગીય શ્રી રાજીવ ગાંધીના નામ પર એક એવોર્ડની જાહેરાત કરી છે. આ એવોર્ડ મહારાષ્ટ્રમાં આઇટી ક્ષેત્રમાં સારા સંગઠનોને પ્રોત્સાહિત કરશે. એક બીજા ટ્‌વીટમાં પાટિલે કહ્યુ કે આ એવોર્ડ સ્વર્ગીય શ્રી રાજીવજીને ભારતમાં પ્રોધોગિકી ક્ષેત્રમાં તેમના અગ્રણી કાર્ય માટે એક શ્રદ્ધાંજલિ હશે. ઓલિમ્પિકમાં હૉકીમાં જ્યારે ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો ત્યારે પીએમ મોદીએ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડનુ નામ બદલીને હૉકીના જાદૂગર મેજર ધ્યાનચંદના નામ પર રાખવાની જાહેરાત કરી હતી. જે બાદથી કોંગ્રેસ સહિત કેટલાક વિપક્ષી દળ સરકારના પગલાની ટિકા કરી રહ્યા હતા. વિપક્ષનું કહેવુ છે કે સરકારે રમતના બહાને રાજનીતિ કરવાનો પ્રયાસ કર્યો છે.

Previous articleત્રિપુરા પોલીસે મુખ્યમંત્રી મમતા બેનર્જી અને ભત્રીજા વિરુદ્ધ FIR દાખલ કરી
Next articleઆં.પ્રદેશમાં ઓક્સિજનની તંગીના કારણે કેટલાક લોકોના મોત નિપજ્યા