રૂટ કોહલીને પાછળ રાખી ચોથા સ્થાન પર, બુમરાહ ટોપ-૧૦માં સામેલ

186

દુબઈ,તા.૧૧
ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટને નોટિંગહામ ટેસ્ટ મેચમાં સારી બેટિંગ કરવા બદલ મોટો ફાયદો થયો છે. બેટ્‌સમેનોની તાજેતરમાં જ જાહેર કરવામાં આવેલ યાદીમાં તે કોહલીને પાછળ રાખી ચોથા સ્થાન પર પહોંચી ગયો છે. એને ૪૯ રેટિંગનો ફાયદો મળ્યો છે. રૂટે નોટિંગહામ ટેસ્ટમાં ૬૪ અને ૧૦૯ રનની ઈનિંગ રમી હતી. તો, ભારતીય ફાસ્ટ બોલર બુમરાહે નોટિંગહામ ટેસ્ટમાં શાનદાર બોલિંગનો ફાયદો મળ્યો છે. તેને ૧૦ પોઈન્ટનો ફાયદો મળતાં તે ટોપ ૧૦ બોલર્સની લિસ્ટમાં સામેલ થઈ ગયો છે. બુમરાહ આઈસીસી દ્વારા જાહેર કરવામાં આવેલ બોલર્સની ટેસ્ટ રેન્કિંગની યાદીમાં ૯ માં નંબર પર છે. બુમરાહની ટેસ્ટમાં સર્વશ્રેષ્ઠ રેન્કિંગ ૩ છે, જે તેને સપ્ટેમ્બર ૨૦૧૯ માં મળી હતી. એણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ નોટિંગહામમાં પહેલી ટેસ્ટ મેચમાં ૧૧૦ રન આપીને કુલ ૯ વિકેટ ઝડપી હતી. ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન પણ એક અંકના ફાયદા સાથે ૭ માં સ્થાન પર પહોંચી ગયો છે. એણે નોટિંગહામ ટેસ્ટની પહેલી ઈનિંગમાં ૫૪ રન આપીને ૪ વિકેટ ઝડપી હતી. ઈંગ્લેન્ડના ઓલિ રોબિન્સન અને ભારતા શાર્દુલ ઠાકુરની રેન્કિંગમાં પણ સુધાર થયો છે. રોબિન્સન ૨૨ સ્થાનની છલાંગ લગાવીને ૪૬ માં સ્થાન પર પહોંચી ગયો છે. તો, શાર્દુલ ઠાકુર પણ બોલિંગની રેન્કિંગમાં ૫૫ માં સ્થાન પર પહોંચી ગયો છે, એને ૧૯ સ્થાનનો ફાયદો થયો છે. ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને પણ નોટિંગહામમાં અડધી સદી ફટકારવા બદલ ફાયદો થયો છે. તે બેટ્‌સમેનોની રેન્કિંગમાં ૩૬ માં સ્થાન પર પહોંચી ગયો છે.

Previous articleદિગ્ગજ અભિનેતા પ્રકાશ રાજનું અકસ્માતમાં થયું ફ્રેક્ચર, સર્જરી માટે હૈદરાબાદ રવાના
Next articleગોલ્ડ મેડલ જીત્યા બાદ ભાલા ફેંકના કોચ ઉવે હોનને છુટો કરાયો, ૧ કરોડથી વધુ સેલેરી માંગી