ગોલ્ડ મેડલ જીત્યા બાદ ભાલા ફેંકના કોચ ઉવે હોનને છુટો કરાયો, ૧ કરોડથી વધુ સેલેરી માંગી

136

ન્યુ દિલ્હી,તા.૧૧
ભૂતપૂર્વ વર્લ્‌ડ રેકોર્ડ ધારક અને રાષ્ટ્રીય ભાલા ફેંકના કોચ ઉવે હોનનો ટોક્યો ઓલિમ્પિક સાથેનો કરાર સમાપ્ત થઈ ગયો છે. હવે તે પોતાના દેશમાં પરત ફરશે કારણ કે, કરાર વધારવાની કોઈ શક્યતા નથી. જર્મનીના ૫૯ વર્ષીય હોનને નવેમ્બર ૨૦૧૭માં એક વર્ષ માટે મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા ઓલિમ્પિક ચેમ્પિયન ભાલા ફેંકનાર નીરજ ચોપરા, શિવપાલ સિંહ અને અનુ રાનીને કોચ બનાવવાના હતા. આ બાબતની જાણકારી ધરાવતા સૂત્રે જણાવ્યું, “તે હાન જઈ રહ્યા છે. જીછૈં (સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા) તેના કરારમાં વધારો કરે તેવી શક્યતા નથી. એવું જાણવા મળ્યું છે, હોને તેના પગારમાં ૫૦ ટકા વધારો કરવાની અને વિમાન માટે ફર્સ્‌ટ ક્લાસ ટિકિટની માંગ કરી હતી. વર્ષ ૧૯૮૪માં હોને ૧૦૪.૮૦ મીટર ભાલું ફેંક્યું હતુ, ત્યારબાદ ૧૯૮૬માં ભાલાની ડિઝાઇન બદલવામાં આવી હતી અને વિશ્વ રેકોર્ડ ફરીથી રજૂ કરવામાં આવ્યો હતો. હોનનો પ્રારંભિક કરાર વાર્ષિક રૂ. ૧ કરોડ નવ લાખનો હતો.
આ ઉપરાંત, રજાઓ દરમિયાન રહેવાની, ભોજન, તબીબી સુવિધાઓ અને મુસાફરીની સુવિધાઓ પણ આપવાની હતી. ઓક્ટોબર ૨૦૨૦માં કરાર પર ફરીથી હસ્તાક્ષર કરતી વખતે, તે ઇચ્છતા હતા કે, તેને વધારીને વાર્ષિક ૧ કરોડ ૬૪ લાખ રૂપિયા કરવામાં આવે. સાઈના સૂત્રોએ જણાવ્યું, “સાઈએ તેમને ૨૦૨૦ માં જાણ કરી હતી કે તેમની માંગ વ્યાવહારિક અને અસ્વીકાર્ય છે કારણ કે, તેઓ જે ખેલાડીઓને તાલીમ આપી રહ્યા હતા. તેમના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને ૫૫ લાખ રૂપિયાનો વધારો વ્યાજબી ન હતો.”સાઈએ કહ્યું, તેણે એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (એએફઆઈ)ની ભલામણ પર એક વધુ વિદેશી જેવેલિન થ્રો કોચ, બાયો-મિકેનિક નિષ્ણાત એસકે. હૉન ચોપરાના કોચ તરીકે તેમની નિમણૂંકથી ૨૦૧૮ એશિયન ગેમ્સ સુધી લગભગ એક વર્ષ સુધી સેવા આપી હતી. એએફઆઈએ સ્પષ્ટ કર્યું હતું, ઉવે હોનને છોડીને ક્લોસ સાથે ટ્રેનિંગ કરવાનો ચોપરાનો નિર્ણય હતો. ચોપરાએ એમ પણ કહ્યું, તે હોનનું સન્માન કરે છે પરંતુ જર્મન કોચની તાલીમ પદ્ધતિ અને ટેકનિક વલણ પસંદ નથી.

Previous articleરૂટ કોહલીને પાછળ રાખી ચોથા સ્થાન પર, બુમરાહ ટોપ-૧૦માં સામેલ
Next articleટી૨૦ વર્લ્‌ડકપમાં ભારતીય યુવા સ્પિનર યુજવેન્દ્ર ચહલનું પત્તું કપાઈ શકે…!