સુભાષનગર વિસ્તારમાં આવેલ ઝુપડપટ્ટીને ખાલી કરવા નોટિસ પાઠવતા લોકો મોટી સંખ્યામાં રજુવાત કરવા દોડી આવ્યા

138

ભાવનગર,તા.૧૩
ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં આવેલ ઝુપડપટ્ટી ને ખાલી કરવા માટે મહાનગરપાલિકા દ્વારા તમામ લોકોને નોટિસ પાઠવવામાં આવતા આજે મોટી સંખ્યામાં આ વિસ્તારના રહેવાસીઓ સીપીએમના નેતા અરૂણ મહેતાની આગેવાની હેઠળ રજૂઆત કરવા માટે મહાનગરપાલિકા કચેરીએ દોડી આવ્યા હતા.ભાવનગર શહેરના સુભાષનગર માં કંસારા કાંઠે લોકો વર્ષોથી વસવાટ કરે છે, અહીં વસવાટ કરતા લોકોને કોર્પોરેશન અને સરકાર દ્વારા આ વિસ્તારને ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવતા આજે આ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં મનપા કચેરીએ સીપીએમ નેતા અરુણ મહેતાની આગેવાનીમાં કમિશનર મેયર ને રજુઆત કરવા દોડી ગયા હતા. અરુણ મહેતાએ જણાવ્યું હતું કે મનપા દ્વારા આ વિસ્તારમાં માન્યતા આપવામાં આવી છે.૧૯૮૫માં આ વિસ્તાર ને મહાનગરપાલિકામાં કાયદેસર કરવા માટે ઠરાવ પસાર કરાયો છે.
સામાન્ય સભાની કમિટીમાં કમિશ્નરે તેની દરખાસ્ત કરી હતી અને આ વિસ્તારનો સર્વે કરાયો. ઘરે કુટુંબના સભ્યોના ફોટા પાડવામાં આવ્યા અને દસ રૂપિયાની લાયસન્સ ફી કોર્પોરેશને વસૂલ કરી છે. અને આ વિસ્તારમાં વેરાબીલ પણ આપવામાં આવે છે, આમ છતાં આ સ્લમ વિસ્તારને ઓચિંતા ખાલી કરવા વિચિત્ર નોટિસ આપવામાં આવી છે. નોટિસમાં લખવામાં આવ્યું છે કે વિસ્તાર ની મંજૂરીના દસ્તાવેજો રજૂ કરો, ત્યારે શું કોર્પોરેશન સ્લમ વિસ્તાર ને મંજૂરી આપે છે.જોકે આ વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા તમામ લોકોને નળ કનેકશન ગટર કનેકશન અને લાઈટ કનેક્શન પણ આપવામાં આવ્યા છે. તેમજ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે વેરાબીલ પણ આપવામાં આવે છે. આમ છતાં પણ આ સલમ વિસ્તારને તાકીદના ધોરણે ખાલી કરવાની નોટિસ આપતા સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો કોરોના કારણથી લોકો ભેગા થયા નથી ક્યાં છે મકાનો ખાલી રહેતા બેઘર બનેલા લોકો જશે તો ક્યાં જશે તેવી ચિંતા વ્યક્ત કરી હતી.

Previous articleસિહોર અર્બન વિસ્તારોમાં મચ્છર ઉત્પત્તિ અટકાયતીનાં ઉપાયો વિશે જાગૃતિ ફેલાવતું આરોગ્ય તંત્ર
Next articleમહુવા કૈલાસ ગુરુકુળ અગિયારમાં ત્રિદિવસીય તુલસી મહોત્સવનો પ્રારંભ