મહુવા કૈલાસ ગુરુકુળ અગિયારમાં ત્રિદિવસીય તુલસી મહોત્સવનો પ્રારંભ

273

પૂજ્ય મોરારી બાપુની સંનિધિમાં દર વર્ષે શ્રાવણ સુદ સાતમ કે જે તુલસી જયંતી તરીકે ઉજવવામાં આવે છે.તે દિવસને ઉપલક્ષમાં રાખીને તુલસી મહોત્સવનુ઼ં ત્રિદિવસીય આયોજન મહુવાના કૈલાસ ગુરુકુળમાં યોજાતું રહ્યું છે. છેલ્લા એક વર્ષથી કોરોના સંક્રમણને કારણે આયોજન મુલતવી રાખવામાં આવેલ. પરંતુ ચાલુ વર્ષે કોરોના ગાઇડ લાઇનને અનુસરીને ઓનલાઇન અને મર્યાદિત શ્રોતાઓ સાથે આ મહોત્સવનું આજે ૧૩ ઓગસ્ટના રોજ સવારે ૯ઃ૩૦ કલાકે આદ્ય શંકરાચાર્ય સંવાદ ગ્રુહમાં દિપપ્રજવલન સાથે પ્રારંભ કરવામાં આવ્યો. પ્રથમ સંગોષ્ઠિમાં ઉત્તર ભારતના ભાગવતજી અને રામચરિતમાનસના વિદ્વાન કથાવાચકો અને ચિંતકોની ઉપસ્થિતિ રહ્યાં.. પ્રથમ સત્ર નું સંચાલન આ.શ્રી કૃષ્ણશંકર ત્રિપાઠીજી (વારાણસી) દ્વારા કરવામાં આવ્યું. તેમાં સંબોધન કરતા અરવિંદ પાંડેજી( લખનૌ) જણાવ્યું કે ભોગો આપણે ભોગવતા નથી પરંતુ તે આપણી પાસે આવે છે. મન-વચન-કર્મથી જે ભગવદ્‌ કાર્ય કરે તો ભગવાનના હૃદયમાં પહોંચી શકાય. કાશ્મીરના રાજા અને પૂર્વ રાજ્યપાલ ડો.કરણસિંહે ઓનલાઇન સંબોધન કરતાં ભગવદ ગીતા ઉપર પોતાના વિચારો રજૂ કર્યા. તેમણે કહ્યું,’ ગીતા એ જીવન આપે છે અને તેને સંમપૅણથી ઉત્તમ પ્રકારનું જીવન જીવી શકાય છે. મધ્યપ્રદેશના વિદ્વાન કથાવાચક આ.શ્રી મુરલીદાસજી અને આ.શ્રી રામજ્ઞાન પાંડેજી (વૃંદાવન )એ પણ પ્રથમ સત્રમાં પોતાના વિચારો પ્રસ્તુત કર્યા હતાં.સંચાલન આ.શ્રી કૃષ્ણ શંકર ત્રિપાઠી (વારાણસી)એ કર્યું હતું. દ્વિતીય સંગોષ્ઠિનું પ્રારંભ બપોર પછી થયો. તેના સંચાલક વારાણસીના આ.શ્રી શિવાકાન્ત મિશ્રાજી હતાં. રામચરિતમાનસના વક્તા સુશ્રી ભક્તિ પ્રભાજીએ કહ્યું કે પ્રદર્શન ટળે તો પ્રભુના દર્શન થાય. કેરળના રાજ્યપાલ આરીફ મોહમ્મદખાને ઓનલાઇન સંબોધન કરતા કહ્યું” તુલસીદાસજી એકાત્મ ભારતની ભાવનાના દ્યોતક હતાં અને રામચરિતમાનસ સમન્વયનું મહાકાવ્ય છે. આ.શ્રીબ્રિજેશ પાઠકજી અને આ.શ્રીસ્વામી મૈથિલીશરણ મહારાજજી એ પણ પોતાના વિચારો પ્રસ્તુત કર્યા હતા. સમગ્ર સત્રનું હરિશ્ચંદ્ર જોશી સંકલન કરી રહ્યા છે. ત્રિદિવસીય મહોત્સવનું સમાપન રવિવારના રોજ તુલસી જયંતીના દિવસે રામચરિતમાનસ, ભાગવત અને ભગવદ્‌ ગીતામાં ઉત્તમ પ્રદાન કરીને સમાજ માટે આધ્યાત્મ કલ્યાણકાર્ય કરનાર મહાનુભાવોને તુલસી વાલ્મિકી એવોડૅની અર્પણ વિધી થશે.

Previous articleસુભાષનગર વિસ્તારમાં આવેલ ઝુપડપટ્ટીને ખાલી કરવા નોટિસ પાઠવતા લોકો મોટી સંખ્યામાં રજુવાત કરવા દોડી આવ્યા
Next articleભાવનગરમાં લોક આતુરતા વચ્ચે મેઘરાજાએ હાજરી પુરાવી