ભાવનગરમાં લોક આતુરતા વચ્ચે મેઘરાજાએ હાજરી પુરાવી

148

ઢળતી બપોરે હળવું ઝાંપટુ વરસ્યું રોડ-રસ્તા પલળ્યા
સમગ્ર રાજ્ય સાથોસાથ ભાવનગર શહેર-જિલ્લામાં મેઘરાજા ની આતુરતા પૂર્વક રાહ જોવાઈ રહી છે ત્યારે આજરોજ ઢળતી બપોરે શહેરના કેટલાક વિસ્તારોમાં હળવું ઝાંપટુ વરસ્યું હતું.ગોહિલવાડ માં મેઘરાજા રિસાયા એ વાતને આજકાલ કરતાં ૨૩ દિવસ કરતાં વધુ દિવસો પસાર થઈ ગયા છે ત્યારે લોકો આ શ્રાવણ માસમાં પણ અષાઢી ધારે મેઘો મંડાણ કરે એવી પ્રાર્થના ઓ કુદરતને કરી રહ્યાં છે જેમાં હવામાન વિભાગે પણ જણાવ્યું છે કે આગામી ૧૮ ઓગષ્ટ બાદ સમગ્ર રાજ્ય માં ચોમાસું પુનઃ જીવિત થશે અને ૧૫ ઓગષ્ટ થી પરિવર્તન ની વ્યાપક અસરો પણ જોવા મળશે જે અંતર્ગત છેલ્લા બે દિવસ થી ભાવનગર જિલ્લાના જેસર તથા મહુવા તાલુકામાં “મોલ મે” ની એન્ટ્રી પણ થઈ છે અને આજરોજ ભાવનગર શહેર માં બપોરે ૪ઃ૩૦ વાગ્યા ના અરસામાં શહેરના અનેક વિસ્તારોમાં મેઘરાજા હળવા ઝાપટાં રૂપે કૃપા વરસાવી લોકો ને મન નવી આશાઓ બંધાવી ગણતરીના સમયમાં અંર્તધ્યાન થયા હતા જોકે ઘોઘા માં સારું એવું વરસાદી ઝાપટું પડ્યું હોવાનું જાણવા મળ્યું છે ભારે વરસાદ પડે એવી એંધાણીઓ જોવા મળી રહી છે ત્યારે આગામી દિવસોમાં અપાર મેઘકૃપા વરસશે કે કેમ એ વાત ઈશ્વર આધિન જ છે….!

Previous articleમહુવા કૈલાસ ગુરુકુળ અગિયારમાં ત્રિદિવસીય તુલસી મહોત્સવનો પ્રારંભ
Next articleધ કપિલ શર્મા શોમાં સુમોના ચક્રવર્તીની ધમાકેદાર એન્ટ્રી