મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા ૭૫મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી

228

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા ધામધુમથથી ૭૫ મા સ્વાતંત્ર્ય દિવસની ધામધુમથી ઉજવણી યુનિવર્સિટી પટાગણમાં કરવામાં આવી. યુનિવર્સિટીના શિક્ષણશાસ્ત્ર ભવનના યજમાનપદે યુનિવર્સિટી દ્વારા વહીવટી ભવનના પટાંગણમાં ભારતના ૭૫માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કુલપતિ ડો. મહિપતસિંહ ચાવડાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના એકઝીકયુટિવ કાઉન્સિલના સભ્યો, કોર્ટ સભ્યો, વિવિધ સત્તા મંડળના સભ્યોે, ભવનોના અધ્યક્ષો, કોલેજોના આચાર્યો, વહીવટી તથા શૈક્ષણિક કર્મચારીઓ અને અધિકારીઓ તથા એન.સી.સી. અને એન.એસ.એસ.ના ભાઈઓ – બહેનો અને વિદ્યાર્થીઓની વિશેષ ઉપસ્થિતિ રહેલ. કાર્યક્રમની શરૂઆત કુલપતિ અને અધિકારીઓ, પદાધિકારીઓ દ્વારા મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને પુષ્પાંજલિ આપમાં આવી હતી. ત્યારબાદ યુનિવર્સિટી ગાન અને ત્યારબાદ શિક્ષણશાસ્ત્ર ભવનના અધ્યક્ષ ડો. જે.જી.વ્યાસે સ્વાગત પ્રવચન આપેલ. એન.સી.સી. કેડેટ દ્વારા ઓર્ડર કમાન્ડ આપી કુલપતિ દ્વારા ધ્વજ ફરકારી ધ્વજ વંદન સાથે રાષ્ટ્રગાન કરી ધ્વજને સલામી આપવામાં આવેલ. બાદમાં શિક્ષણશાસ્ત્ર ભવનના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિ કાર્યક્રમો રજૂ કરવામાં આવેલ. શિક્ષણશાસ્ત્ર ભવનના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ એક વિમોચન સૌ મહેમાનોના હસ્તે કરવામાં આવેલ. ત્યારબાદ કુલપતિ દ્વારા પ્રાસંગોચિત ઉદ્દબોધન કરેલ જેમાં, ભારત દેશની આઝાદી માટેના યોગદાન અને બલીદાન તથા દેશ સેવા માટે કઈક કરી છૂટેલા મહાનપુરૂષો અને અખંડભારતના પ્રથમ પગથીયા માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીના ત્યાગને યાદ કરવામાં આવેલ.

Previous articleશહેરની રવીન્દ્રનાથ ટાગોર પ્રાથમિક શાળામાં મેયર કિર્તીબેન દાણીધારીયાએ તિરંગો લહેરાવ્યો
Next articleઅંધ ઉદ્યોગ શાળા ખાતે ૭૫માં સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી