ઈંગ્લીશ દારૂ ભરેલી રીક્ષા સાથે સિન્ધુ કેમ્પનો શખ્સ ઝડપાયો

580
bvn23418-5.jpg

ગુજરાત રાજ્યમાં દારૂબંધીના કાયદાને કડક કરવામાં આવ્યા છે તેમ છતાં બુટલેગરો કાયદાના કોઈ ડર વગર બેફામ રીતે અન્ય રાજ્યોમાંથી દારૂ મંગાવે છે અને ખુલ્લેઆમ વેચાણ કરે છે. પોલીસે રોજબરોજ દારૂના ધંધાર્થીને ઝડપે પણ છે છતાં ભાવનગર સહિતના જિલ્લાઓમાં દારૂનું બેફામ રીતે વેચાણ થાય છે. જેમાં ગતરાત્રિના ઘોઘારોડ પોલીસે સુભાષનગર સ્મશાન પાસેથી ઈંગ્લીશ દારૂ ભરેલી થ્રી વ્હીલર રીક્ષા સાથે એક શખ્સને ઝડપી લીધો છે.
ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક પી.એલ.માલ તથા ના.પો.અધિ. ઠાકરે પો.સ્ટે. વિસ્તારમાં ચાલતી દારુની પવૃતિને નેસ્તનાબુદ કરવા સુચના આપેલ હોય ઘોઘારોડ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. ઇશરાણીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના એ.એસ.આઇ એમ.એમ.મુનશી, પો.કોન્સ કિર્તીસિંહ રાણા, પો.કોન્સ જયદિપસિંહ જાડેજા, ચિંતનભાઇ મકવાણા, ફારૂકભાઇ મહિડા, ઇમ્તીયાઝખાન પઠાણ, ઘનશ્યામભાઇ ગોહીલ વિ. પો.સ્ટાફના માણસો  પો.સ્ટે. વિસ્તારમાં ના.રા પેટ્રોલિંગમા હતા દરમ્યાન સુભાષનગર સ્મશાન પાસે પુલ ઉપરથી પસાર થતી બજાજ આર.ઇ રિક્ષા નં.જીજે ૪ ડબલ્યુ ૯૬૬ રોકી ચેક કરતા તેમાંથી પરપ્રાતીય ઇગ્લીશ દારૂની નાની-મોટી બોટલ નંગ. ૧૧૨ કિ.રૂા.૧૭૦૦૦/- તથા રિક્ષા કિ.રૂા.૫૦૦૦૦/- મળી કુલ. કી.રૂા.૬૭૦૦૦/-ના મુદામાલ સાથે રાજુભાઇ નાનજીભાઇ વાઘેલા જાતે કોળી ઉવ.૪૩ રહે.હાલ સરદારનગર સિન્ધુ કેમ્પ સોલંકી રેસ્ટોરન્ટ સામે લાખાભાઇ ભરવાડાના મકાનમાં ભાડેથી ભાવનગર મુળ.માલધારી સોસાયટી ભરતનગર ભુપતભાઇ સાટીયાના મકાનમાં ભાવનગરવાળા મળી આવતા  અને આ દારૂની બોટલો શકિતસિંહ ચકુભા રાયજાદા રહે.ખાંટડી તા.ઘોઘા જી.ભાવનગરવાળા પાસેથી લાવેલાનું જણાવતા ઉપરોકત બન્ને ઇસમ વિરૂધ્ધ ઘોઘારોડ પોલીસ સ્ટેશન માં પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરેલ.

Previous article તળાજા જકાતનાકામાં માર્ગની બિસ્માર હાલત
Next articleવિધવા મહિલાઓને મસાલાની કિટનું વિતરણ કરાયું