ચોરી કરેલ બે બાઈક અને બે બેટરી સાથે બે ઈસમોને ઝડપી લેતી એસઓજી પોલીસ

1351
bhav30-1-2018-4.jpg

ભાવનગર શહેરમાંથી મોટરસાયકલ અને ટ્રકમાંથી બેટરીની ચોરી કરનાર બે શખ્સોને એસઓજી ટીમે હલુરીયા ચોક પાસેના ખાંચામાંથી મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
એસઓજી શાખાના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર ડી.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો ભાવનગર શહેરમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલીસ કોન્સ. સોહિલભાઈ ચોકીયા તથા હેડ કોન્સ. યોગેન્દ્રસિંહ ગોહિલને મળેલ સંયુક્ત બાતમી આધારે હલુરીયા ચોક પાસે રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના વાડીવાળા ખાંચા પાસેથી આરોપીઓ ઉસ્માનગની ઉર્ફે ગની યુસુફભાઈ શેખ ઉ.વ.ર૩ રહે.સાંઢીયાવાડ ભુતના લીમડા પાસે મહંમદીબાગની બાજુમાં અનવરભાઈ ઉર્ફે બાદશાહ મહંમદભાઈ શેખ ઉ.વ.રપ રહે.કુંભારવાડા મોતીતળાવ રોડ, શેરી નંબર-૭, સુલતાનભાઈની દુકાન પાછળવાળાઓને બે શંકાસ્પદ હિરો હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાયકલો તથા બે ટ્રકની બેટરીઓ સાથે ઝડપી પાડેલ છે. તેઓ પાસેથી મળી આવેલ મોટરસાયકલ તથા બેટરીઓ બાબતે પુછતા એક મોટરસાયકલ બે દિવસ પહેલા સર ટી. હોસ્પિટલની કેન્ટીંગ પાસેથી તથા એક મોટરસાયકલ મોતીબાગ રોડ ઉપરથી ચોરી કરેલ તેમજ બેટરીઓ રાત્રિના જુના બંદર રોડ મોહન ગેરેજ પાસે રોડ ઉપર પડેલ ટ્રકમાંથી ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ.
બન્ને આરોપીઓ પાસેથી બે મો.સા. કિ.રૂા.૩૦,૦૦૦ તથા બે બેટરીઓ કિ.રૂા.૮૦૦૦ મળી કુલ રૂા.૩૮,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓની ધરપકડ કરી ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ. આ કામગીરીમાં એસઓજીના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ. ડી.ડી. પરમારની સુચનાથી એસઓજી સ્ટાફના હેડ કોન્સ. યોગેન્દ્રસિંહ ગોહિલ, પોલીસ કોન્સ. સોહિલ ચોકીયા, અતુલભાઈ ચુડાસમા, હરેશભાઈ ઉલવા, નીતિનભાઈ ખટાણા તથા વિશ્વદિપસિંહ ઝાલા જોડાયેલ હતા.