ભાવનગર રેન્જ આઈ.જી.અશોક કુમાર યાદવના વરદ હસ્તે બોટાદ જીલ્લામાં વિવિધ ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયા

396

અશોક કુમાર પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ દ્વારા વિભાગીય પોલીસ અધિકારી બોટાદ, કચેરીની દ્વિવાર્ષિક તપાસણી અંગે બોટાદ જીલ્લાની મુલાકાત લેવામાં આવી હતી.અશોક કુમાર યાદવ નું બોટાદ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવેલ. જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર સ્ટાફ દ્વારા સન્માન ગાર્ડ આપવામાં આવેલ.બોટાદ જીલ્લો નવરચિત થયા બાદ અલગ ફાયરીંગ રેન્જ બનાવવાની જરૂરિયાત હતી જેથી બોટાદ જીલ્લા પોલીસને ફાયરીંગ માટે ગઢડા પો.સ્ટે.ની હદમાં લીંબાળી ગામ પાસે સરકાર દ્વારા ફાળવવામા આવેલ છે. જે જમીન પર વિધિવત રીતે અશોક કુમાર યાદવ ના વરદ હસ્તે ફાયરીંગ રેન્જ કાર્યરત કરવાં ઉદ્ઘાટન કરવામાં આવેલ..બોટાદ જીલ્લાના તમામ અધિકારીઓની મિટીંગ યોજી ક્રાઈમ અંગે સમિક્ષા કરવામાં આવેલ. જીલ્લામાં ક્રાઈમ કંટ્રોલ, નાગરિકોની સેવા, સુરક્ષા અને શાંતિ તથા પ્રજાકીય કામો અંગે વિશેષ માર્ગદર્શન પુરૂ પાડેલ હતું. અસરકારક પોલીસીંગ માટે મહિલા, સિનિયર સીટીજન, સમાજના ગરીબ, વંચિત, પિડીત અને શોષિત વર્ગના લોકોના કામો માનવીય અભિગમથી પ્રોએક્ટીવ રહી કરવાં સુચના આપવામાં આવેલ.. બોટાદ જીલ્લા પોલીસ પોલીસ દ્વારા કોવિડ -૧૯ મહામારીના બીજા તબક્કામાં તથા અન્ય પ્રજાહિત તેમજ પોલીસ ઉપયોગી વિશેષ કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઓને પ્રોત્સાહન મળે અને અન્ય અધિકારી તથા કર્મચારીઓને પ્રેરણા અને પ્રોત્સાહન મળે એ માટે તથા વયનિવૃત્ત થયેલ સહિત કુલ ૨૯ અધિકારી તથા કર્મચારીઓને અશોક કુમાર યાદવ ના હસ્તે મોમેન્ટો અને પ્રશંસાપત્ર અર્પણ કરીને સન્માનીત કરવામાં આવેલ. જેમાં પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા તથા જીલ્લાના તમામ ડી.વાય.એસ.પી., પી.આઈ., પી.એસ.આઈ. કક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહેલ. આ પ્રસંગે અશોક કુમાર યાદવ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરી ખુબ જ ઉપયોગી અને પ્રેરણાદાયી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ હતું. પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર યાદવ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી બોટાદ જીલ્લા પોલીસ અંતર્ગત કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંગે જાગૃતિ અભિયાન એવાં “અવાજ-એક અભિયાન” નો લીલી ઝંડી બતાવી શુભારંભ કરાવેલ.. જીલ્લા પોલીસના કર્મચારીઓ તથા તેમનાં સંતાનોને વાંચનનો લાભ મળે તથા સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવવામાં મદદ મળે એટલાં માટે તથા વાચનથી વ્યક્તિત્વ વિકાસની તકો વધે એ હેતુસર મહિલા પોલીસ સ્ટેશન ખાતે અશોક કુમાર યાદવ ના વરદ હસ્તે બોટાદ જિલ્લા પોલીસ વેલ્ફેર ફંડ સંચાલિત પુસ્તકાલયનુ ઉદઘાટન કરવામાં આવ્યું. અશોક કુમાર યાદવ એ બોટાદ જીલ્લામાં ખાસ ઉપસ્થિત રહી જીલ્લામાં અસરકારક અને જનહિતમાં પોલીસીંગ થાય એ માટે ખુબ જ ઉપયોગી માર્ગદર્શન પુરુ પાડેલ હતું. સાથો સાથ લોક જાગૃતિ, પોલીસ વેલ્ફેરનાં વિવિધ પ્રકલ્પોનું અનાવરણ કરેલ હતું.આ મુલાકાત જિલ્લા માટે ખુબ જ લાભદાયક, પ્રેરણાદાયી, માર્ગદર્શક અને ઉત્સાહવર્ધક રહી હતી.

Previous articleશહેરમાં જુનું જર્જરીત મકાન ધારાશાયી
Next articleઅભિનેત્રી વાણી કપૂરે જન્મ દિવસની ઉજવણી કરી