તળાજાના સરતાનપર ખાર વિસ્તારમાંથી રેતી ચોરીના ચાર ટ્રક ઝડપાયા

168

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સરતાનપર ગામના ખાર વિસ્તારમાં ઘણા લાંબા સમયથી ખનીજ ચોરી કરવામાં આવતી હોવાનુ ચર્ચાય રહ્યુ છે. આ અંગેની જાણ ખાણ ખનીજ વિભાગને થતા ગઇકાલે મંગળવારે રેઈડ કરી હતી અને મુદ્દામાલ ઝડપી લીધો હતો. આ રેઈડ દરમિયાન ખનીજ ચોરો ફરાર થઈ ગયા હતાં.પ્રાપ્ત વિગતો મુજબ તળાજા તાલુકાના સરતાનપર ગામના ખાર વિસ્તારમાં મોટાપાયે ખનીજ ચોરી કરવામાં આવી રહી હોવાની બાતમીના આધારે આજે મંગળવારે ખાણ ખનીજ વિભાગ, પોલીસ સહિતના અધિકારી-કર્મચારીઓએ રેઈડ કરી હતી અને રેતી ચોરી ઝડપી પાડી હતી. આ રેઈડ દરમિયાન આરોપીઓ ફરાર થઈ ગયા હતાં. કેટલાક ટ્રક રેતીના ઢગલા કરીને જતા હતા અને કેટલીક ગાડીઓ સ્થળ ફસાઈ ગઈ હતી. ખાણ-ખનીજ વિભાગે ૪ ટ્રક અને ૬૪૦ મેટ્રીક ટન રેતીનો લાખો રૂપીયાનો મુદ્દામાલ ઝડપી લીધો હતો. આ મુદ્દામાલ હાલ ખનીજ વિભાગે સીઝ કરી દીધો છે અને વધુ તપાસ હાથ ધરી છે. આગામી દિવસોમાં ખાણ-ખનીજ વિભાગ દ્વારા સ્થળ પર માપણી સહિતની કામગીરી કરવામાં આવશે.

Previous articleનારાયણ રાણેને પોલીસ રત્નાગિરી કોર્ટ લઈ રવાના
Next articleમહાપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક ૨૭મીએ મળશે : ૧૯ ઠરાવો રજુ થશે