નારાયણ રાણેને પોલીસ રત્નાગિરી કોર્ટ લઈ રવાના

234

મુંબઈ,૨૪
નારાયણ રાણેએ ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધતાં કહ્યું હતું કે દેશને આઝાદી મળ્યાને આટલાં વર્ષો થઈ ગયાં. અરે, હીરક મહોત્સવ શું? હું હોત તો કાનની નીચે મારત. તેમણે વધુમાં કહ્યું હતું કે સ્વાતંત્ર્ય દિવસ વિશે તમને ખ્યાલ ન હોવો જોઈએ? કેટલો ગુસ્સો અપાવે એવી વાત છે આ. સરકાર કોણ ચલાવી રહ્યું છે એ સમજાતું જ નથી. રાણે જ્યારે આ પ્રકારની ભાષા વાપરી રહ્યા હતા ત્યારે તેમની સાથે વિધાનસભાના વિપક્ષના નેતા પ્રવીણ દરેકર પણ ત્યાં હાજર હતા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની વિરુદ્ધ નિવેદન આપવાનું કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેને મોંઘું પડી રહ્યું છે. પોલીસે મંગળવારે તેમની અટકાયત કરી છે. હવે પોલીસ તેમને રત્નાગિરી કોર્ટ લઈ જઈ રહી છે, જ્યાં તેમને મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવામાં આવશે. બીજી તરફ શિવસૈનિકોએ મંગળવારે મહારાષ્ટ્રના ૧૭ શહેરમાં તેમની વિરુદ્ધ દેખાવો કર્યા છે. નાસિકમાં મ્ત્નઁ કાર્યાલય પર પથ્થરમારો કરવામાં આવ્યો તો મુંબઈમાં રાણેના ઘરની બહાર દેખાવો કરી રહેલા શિવસૈનિકો પર પોલીસે લાઠીચાર્જ કર્યો. રાણેની વિરુદ્ધ ૩ હ્લૈંઇ કરવામાં આવી હોવા છતા શિવસેનાના ગઢ એટલે કે કોંકણમાં તેમની જન આશીર્વાદ યાત્રા ચાલુ જ છે. રાણે રાજ્યસભા સાંસદ છે, આ કારણે તેમની ધરપકડ દરમિયાન પોલીસ-પ્રોટોકોલનું પાલન કરવું જરૂરી હશે. ધરપકડ પછી એની માહિતી રાજ્યસભા અધ્યક્ષ અને ઉપ-રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુને આપવામાં આવશે. પોલીસ આ માહિતી તેમને હિન્દી કે અંગ્રેજીમાં આપશે. રાણેના નિવેદન પછી શિવસૈનિક આક્રમક દેખાઈ રહ્યા છે. નાશિકમાં લગભગ અડધો ડઝન શિવસેનાના કાર્યકર્તાઓએ ભાજપ કાર્યાલય પર પથ્થરમારો પણ કર્યો છે. પોલીસ દ્વારા ઈસ્યુ કરાયેલા વોરન્ટ પર નારાયણ રાણેએ કહ્યું હતું કે આ વિશે મને કોઈપણ ઓફિશિયલ માહિતી નથી. પોલીસ તરફથી કોઈપણ નોટિસ મળી નથી. મેં કોઈ ગુનો કર્યો નથી. નારાયણ રાણેની ઝડપી ધરપકડ કરવાના મુદ્દે તેમના પુત્ર નીતીશ રાણેએ સોશિયલ મીડિયામાં લખ્યું છે કે એવા સમાચાર છે કે યુવા સેનાના સભ્યોને અમારા જુહુ નિવાસસ્થાનની બહાર એકત્રિત થવાનું કહેવામાં આવ્યું છે. મુંબઈ પોલીસ ક્યાં તો તેમને ત્યાં જતા રોકે અથવા તો કંઈપણ ત્યાં થાય તો એની અમારી જવાબદારી નહિ. શેરની માંદ(ગુફા)માં જવાની હિંમત ન કરો.આ સિવાય મને કોઈ હ્લૈંઇની પણ માહિતી નથી. હું એક કેન્દ્રીય મંત્રી અને રાજ્યસભાનો સાંસદ છું, આ કારણે કાયદો શું છે એની મને સારી સમજણ છે. કોરોનાની વાત કરતાં નારાયણ રાણેએ આગળ કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં એક લાખથી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે. એના નિયંત્રણ માટે કોઈ યોજના નથી, ઉપાય નથી, વેક્સિન નહિ, ડોક્ટર નહિ, સ્વાસ્થ્ય કર્મચારી નહિ. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગની સ્થિતિ ભયાનક છે. તેમને બોલવાનો અધિકાર પણ શું? તેમણે બંગલામાં એક સેક્રેટરી રાખવો જોઈએ અને સલાહ લઈને બોલવું જોઈએ. રાણેના નિવેદનને લઈને નાશિકના શિવસેનાના સુધાકર બડગુજરે નાશિકના મહાડ પોલીસ સ્ટેશનમાં હ્લૈંઇ નોંધાવી છે. પોતાની ફરિયાદમાં સુધાકરે કહ્યું હતું કે ઉદ્ધાવ ઠાકરે મુખ્યમંત્રી અને એક બંધારણીય પદ પર છે, આ કારણે તેમના વિશે આપવામાં આવેલું નિવેદન સમગ્ર રાજ્ય માટે અપમાન છે. સુધાકરની ફરિયાદ પર નારાયણ રાણેની વિરુદ્ધ ૫૦૦, ૫૦૨, ૫૦૫ અને ૧૫૩(એ) અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે. નારાયણ રાણેના આ નિવેદન પછી રાતોરાત મુંબઈના દાદર વિસ્તારમાં શિવસૈનિકોએ રાણેની વિરુદ્ધ પોસ્ટર લગાવ્યાં. પોસ્ટરમાં નારાયણ રાણેની તસવીરની સાથે કોબંડીચોર એટલે કે મુરઘીચોર લખ્યું હતું. મોડી રાતે રાણેના નિવાસસ્થાન પર શિવસેનાના કાર્યકર્તાઓએ એકત્રિત થઈને દેખાવો પણ કર્યા હતા.

Previous articleઓછા વરસાદના કારણે ગુજરાત અને રાજસ્થાનમાં દુષ્કાળની શક્યતા
Next articleતળાજાના સરતાનપર ખાર વિસ્તારમાંથી રેતી ચોરીના ચાર ટ્રક ઝડપાયા