સિહોર કોંગ્રેસના આગેવાનોએ કોરોનાથી મૃત્યુ પામેલાના પરિવારની મુલાકાત લીધી

157

સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કોવિડ-૧૯ ન્યાય યાત્રા અંતર્ગત સિહોરના વોર્ડ નં-૪ ના સ્ટેશન વિસ્તાર, સ્વસ્તિક સોસાયટી,દાદાની વાવ તથા ક્રિકેટ ગ્રાઉન્ડ વિસ્તારમાં કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા નાગરિકોના ઘરે જઈ ને સાંત્વના પાઠવીને મૃતક વ્યક્તિને ચાર-ચાર લાખની સહાય મળે તે માટે જરૂરી ફોર્મ ભરાવીને કેન્દ્ર સરકારના ડિઝાસ્ટર એક્ટ-૨૦૦૫ હેઠળ મહામારીમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને સહાય આપવાનો કાયદો છે તે સમજાવીને આ પરિવારના ઘર પર સ્ટીકર લગાવીને આજથી આ ન્યાય યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી.
સિહોર કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયદીપસિંહ ગોહિલના જણાવ્યા અનુસાર આ ન્યાય યાત્રા આવનારા દિવસોમાં શહેરના નવે-નવ વોર્ડમાં નીકળશે અને સરકારી આંકડા મુજબ સિહોરમાં કોરોના થી મૃત્યુ પામેલા લોકો અંદાજીત નવ-દસ જણા જ બતાવી ને સરકાર જુઠ્ઠાણું ફેલાવી રહ્યું છે ત્યારે સિહોર શહેર કોંગ્રેસ સિહોરના દરેક વિસ્તારમાં જઈને કોરોનાના મૃતકોના પરિજનો ને સાંત્વના પાઠવીને જરૂરી ફોર્મ ભરીને સર્વે હાથ ધરશે, આ ન્યાય યાત્રા માં સિહોર કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયદીપસિંહ ગોહિલ, પૂર્વ પ્રમુખ ધીરુભાઈ ચૌહાણ, પ્રદેશ સહમંત્રી જયરાજસિંહ મોરી,નગરપાલિકા સદસ્ય મુકેશભાઈ જાની, સુભાષભાઈ રાઠોડ, ઇકબાલભાઈ સૈયદ, કેતનભાઈ જાની, કોંગ્રેસ આગેવાન દિનેશભાઇ પટેલ,સિહોર કોંગ્રેસ ઉપપ્રમુખ ડી.પી.રાઠોડ, પૂર્વ મહામંત્રી ચેતન ત્રિવેદી,નટુભાઈ ત્રિવેદી તથા સિહોર કોંગ્રેસ ઓબીસી ચેરમેન યુવરાજ રાવ વગેરે આ ન્યાય યાત્રામાં જોડાયા હતા.

Previous articleકોરોનાની ત્રીજી લહેર ન આવે અને વિશ્વ શાંતિ માટે રામધુન કાર્યક્રમ યોજાયો
Next articleકેજીએફ ચેપ્ટર-૨ ૧૪ એપ્રિલ, ૨૦૨૨એ રિલીઝ કરાશે