ભરતી માટે બાડાને પાવર આપતી મહાપાલિકા

7

મ્યુ.કારોબારી સમિતીએ તમામ ઠરાવો મંજુર કર્યા : આઉટ સોર્સિંગથી ઉમદવારોની ભરતી કરવાના બાડાને પાવર આપવા સહિતના ઠરાવો મંજુર કરાયા
ભાવનગર મહાપાલિકા ખાતે ગઈકાલે શુક્રવારે સ્ટેન્ડિંગ કમિટી બેઠક યોજાઇ હતી જેમાં ૨૪ એજન્ડાઓ અંગે વિસ્તૃત ચર્ચા ના અંતે તમામ ઠરાવોને મંજૂરી આપવામાં આવી હતી આ બેઠકમાં ટાઉન પ્લાનિંગ ને લગતી બાબતો તથા એ સંદર્ભે “બાડા” ને પાવર આપવા સાથે આઉટસોર્સિંગથી ઉમેદવારો ની ભરતી કરવા સહિતની બાબતો અંગે નિર્ણયો લેવામાં આવ્યા હતા એ સાથે સૌથી મહત્વપૂર્ણ મુદ્દો એ રહ્યો હતો કે તાજેતરમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હિંદુ ઓની ધાર્મિક લાગણીઓ ને ધ્યાનમાં રાખીને જાહેર રસ્તાઓ તથા સાર્વજનિક સ્થળોએ ઇંડા માંસ મચ્છી સહિત ના નોનવેજ ફૂડ વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે જેનું અનુસરણ વડોદરા મહાનગરપાલિકા એ પણ કર્યું છે ત્યારે ભાવનગર મહાનગરપાલિકા આ મુદ્દે શા માટે બાકાત રહે અને કચ્છ જિલ્લામાં આયોજીત એક કાર્યક્રમમાં રાજ્યના મહેસૂલ મંત્રીએ પણ જણાવ્યું હતું કે રોડ તથા સરકારી જગ્યાઓ પર દબાણો કરી નોનવેજ ફૂડ નું વેચાણ કર્તા આસામીઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિગ નો ગુનો દાખલ કરવામાં આવશે ત્યારે ભાવનગર મહાનગરપાલિકા ખાતે યોજાયેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પણ આ ઠરાવ મંજૂર કરવામાં આવ્યો છે જેમાં શહેરના રસ્તાઓ, સર્કલો ગાર્ડન સહિતના સાર્વજનિક સ્થળોએ ઇંડા સહિતના નોનવેજ ફૂડ વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે આથી હવે ગંગાજળીયા તળાવ સહિતના જાહેર સ્થળોએ ઇંડા કે અન્ય નોનવેજ ફૂડનું વેચાણ કરતાં આસામીઓના લારી-ગલ્લા તથા સરસામાન જપ્ત કરવામાં આવશે આ આસામીઓ એકથી વધુ વખત ઝડપાશે તો કાયદાની જોગવાઈ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ચેરમેન ધીરૂભાઈ ધામેલીયાના અધ્યક્ષસ્થાને મળેલી મહાપાલીકાની કારોબારી સમિતીની બેઠકમાં એજન્ડાના ૨૪ ઠરાવો ઉપરાંત અધ્યક્ષસ્થાનેથી લેવાયેલા ત્રણ સહિત તમામ ૨૭ ઠરાવોને ચર્ચાઓ કરી મંજુર કરવામાં આવ્યા હતા જે હવે આગામી સાધારણ સભામાં મંજુર કરાશે. આ બેઠકમાં ચેરમેન ધીરૂભાઈ સહિત સભ્યો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.