સોમવારથી શહેરમાં સૌપ્રથમવાર નેત્રમ દ્વારા RLVD કેમેરા શરૂ થશે

130

ટ્રાફિક નિયમનો ભંગ કરતા વાહન ચાલકો પાસેથી દંડ વસૂલાશે
શહેરમાં કેટલાક વાહન ચાલકો ટ્રાફિક નિયમોને તોડતા હોવાની વ્યાપક ફરિયાદો ધ્યાને આવતા અને ટ્રાફિક નિયમનું ચુસ્તપણે પાલન થાય તેવા હેતુથી આગામી તા.૧૫ને સોમવારથી ભાવનગર શહેરમાં સૌપ્રથમવાર રેડલાઈન વાયોલન્સ ડિટેક્શન (RLVD) કેમેરા શરૂ થશે જેમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલક ઝડપાશે તો તેની પાસેથી રોકડ દંડ વસૂલ કરાશે.
શહેરમાં અકસ્માતો અટકે અને જાહેર જનતા સિગ્નલો પર ઝિબ્રા ક્રોસિગ પર ચાલી શકે તે માટે આ કેમેરા ભાવનગરમાં પહેલીવાર કાર્યરત કરવામાં આવ્યા છે. ટ્રાફિક સિગ્નલ તોડનારા અને સિગ્નલ પર સ્ટોપ લાઈનથી આગળ વાહન ઉભું રાખનારા વાહન ચાલકો સામે કાર્યવાહી કરાશે. આગામી તા.૧૫ને સોમવારથી સિગ્નલ તોડવા પર કે સ્ટોપ લાઈનથી આગળ વાહન રાખવા પર ઈ-ચલણથી દંડ થશે. ભાવનગર શહેરમાં લગાડવામાં આવેલા RLVD (રેડલાઈન વાયોલન્સ ડિટેક્શન) કેમેરા મારફત શહેરના સિગ્નલો પર રેડ લાઈટ શરૂ હોવા છતાં સિગ્નલ તોડી વાહન પસાર કરનારા તથા સિગ્નલ પર સ્ટોપ લાઈનથી આગળ તથા ઝિબ્રા ક્રોસિંગ પર વાહન ઉભુ રાખનારા વાહન ચાલકો સામે કાર્યવાહી થશે. આ કેમેરા ઓટોમેટિક કેપ્ચર કરી ઈ-ચલણથી દંડ મોકલવામાં આવશે.

Previous articleતેજીની ચમક સાથે હીરા બજાર દેવ દિવાળીથી ફરી ધમધમશે
Next articleભરતી માટે બાડાને પાવર આપતી મહાપાલિકા