રાણપુરના પત્રકાર વિપુલભાઈ લુહારનું સન્માન

692

બોટાદ જીલ્લાના રાણપુરના યુવા પત્રકાર(પ્રેસ રિપોર્ટર) વિપુલભાઈ લુહાર દ્વારા આ કોરોના મહામારીમાં કોરોનાની બીજી લહેરમાં પણ સતત અગ્રેસર રહી સમાચારના માધ્યમથી રાણપુર તાલુકાના દરેક સમાચાર લોકો પાસે સાચી માહીતી સાથે પહોંચાડવા બદલ તેમજ રાણપુરમાં રાણપુરનું એચ.એમ.ગ્રુપ દ્વારા કોરોના વોરીયર્સ પત્રકાર વિપુલભાઈ લુહારનું રાણપુરના ઘાંચી સમાજ કોમ્યુનીટી હોલ ખાતે દરેક સમાજના આગેવાનોની હાજરીમાં શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યુ હતુ અને તેઓની કામગીરીની કદર કરી પ્રશંસા કરી સન્માન કરવામાં આવ્યુ હતું.