મીઠી વિરડી પરમાણું વિજળી ઘર સંદર્ભે આગેવાનો સાથે પરમાણું સહેલીની બેઠક મળી

278

મીઠી વિરડીના સરપંચની સાથે નજીકના ગામોના વરિષ્ઠ લોકો અને પરમાણુ સહેલી સાથે ખાસ મુલાકાતે આવેલ. પ્રથમ પરમાણુ વિજળી ઘરના વિરોધ માં હતાં પરંતુ વર્તમાનમાં સમર્થનમાં છે. તા.૨૫ ઓગષ્ટના રોજ મીઠી વિરડી પરમાણુ વિજળીઘર બનાવવાના સમર્થન આપવા માટે મીઠી વિરડીના સરપંચ અને ગામના પ્રમુખ લોકોએ ડોકટર નિલમ ગોયલ ભારતની પરમાણી સહેલી સાથે મુલાકાત કરી અને અણુ વિજળી ઘર સંદર્ભમાં જાણકારી લીધી તેમજ તેઓના મનમાં જે પ્રશ્ન હતો તેનો ઉત્તર જાણ્યો અને બતાવ્યું કે એમણે પ્રથમ પરમાણુ વિજ ઘરનો વિરોધ કર્યો હતો પરંતુ હવે તેના ફાયદાઓ જાણી ચુકયા છે . તેના માટે આ બાબતે તેઓ પુરી જાણકારી મેળવવા માંગે છે તેના માટે પરમાણુ સહેલી સાથે મુલાકાત કરી અને બતાવ્યું કે તેઓ મીઠી વિરડી પરમાણુ વિજળી ઘરની સ્થાપના ભાવનગરમાં જ કરવા માંગે છે તેઓએ કાકરાપાર પરમાણુ વિજ મથક જોવાની ઈચ્છા જાહેર કરી. પરમાણુ સહેલીએ જણાવ્યું કે દેશના વિકાસ માટે પાણી તેમજ વિજળીના ક્ષેત્રમાં આત્મ નિર્ભર હોવું અત્યંત જરૂરી છે તેના માટે તે રાજસ્થાન અને ગુજરાતમાં દરેક ખેતરમાં જળ ખેત યોજના અંતર્ગત કામ કરી રહી છે જેનાથી વરસાદનું પાણી વ્યર્થ જશે નહી અને કિસાન એક ફસલની જગ્યાએ ત્રણ ફસલ મેળવશે સાથે પરમાણુ સહેલીએ જણાવ્યું કે દેશમાં ૭૦ % વિજળી કોલસાથી ઉત્પન્ન થાય છે અને ૯૮% કોલસો બહારના દેશોમાંથી આયાત કરવો પડે છે . સાથે જે કોલસો ભારતમાં મળે છે તેમાં રાખનો હિસ્સો વધારે હોય છે અને તેનાથી વાતાવરણમાં પ્રદુષીત ગેસનો પ્રભાવ પડે છે અને વાતાવરણમાં કાર્બનના કણો અત્યંત વધારે થાય છે જે સ્વાસ્થય માટે અતિ હાનીકારક છે. ત્યારબાદ પાણી, હવાથી આપણે એટલી વિજળી ઉત્પન્ન કરી શકીએ છીએ. હવે વાત આવે છે કે સૂર્યથી ઉત્પન્ન થતી વિજળીથી આપણે દિવસમાં વિજળી ઉત્પન્ન કરી શકીએ છીએ પરંતુ રાત્રે અને વરસાદમાં ઉત્પન્ન કરી શકતા નથી જેનાથી આપણે ઘરેલુ વિજળીની માંગ પૂર્ણ કરી શકીએ છીએ જયારે મોટા મોટા ઉધોગ ચલાવવા માટે મોટી માત્રામાં વિજળીની પૂર્તતા તો પરમાણુ વિજળીથી જ થઈ શકે છે જે સાફ – સુથરી, સસ્તી, લીલી વિજળી છે અને જે ભારતની વધતી વિજ માંગને પૂર્ણ કરી શકે છે.

Previous articleગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઇંગ્લીશ દારૂ ભરેલી કાર ઝડપી લીધી
Next articleઅફઘાનિસ્તાનથી પરત ફરેલા ભાવનગરના યુવાનની આપવીતી