અફઘાનિસ્તાનથી પરત ફરેલા ભાવનગરના યુવાનની આપવીતી

336

કાબુલ એરપોર્ટ પર પહોંચ્યા પણ તે તાલિબાનો કબ્જામાં આવી ગયું હતું, વતન પરત ફરવુ ખૂબ જ મુશ્કેલ હતું : ભાવનગરનો યુવાન અફઘાનિસ્તાનથી હેમખેમ પરત ફરતા પરિવારમાં ખુશી
અફઘાનિસ્તાન પર તાલિબાને કબજો મેળવ્યો છે. ત્યારે અનેક ભારતીયો પોતાના વતન પરત ફરી રહ્યા છે. ભારતે ખાસ વિમાન મોકલીને અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને વતન પરત લાવવાનું કામ કર્યું છે. ત્યારે મૂળ ભાવનગરનો યુવાન અફઘાનિસ્તાનથી પરત આવ્યો હતો આ યુવાન રોજગાર અર્થે અફઘાનિસ્તાન ગયો હતો. જે હેમખેમ પરત ફરતાં પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. અફઘાનિસ્તાન પર તાલિબાને કબજો મેળવ્યા બાદ ભારતીયો પોતાના વતન પરત ફરી રહયા છે. અફઘાનિસ્તાનમાં હાલ પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હોવાનું જણાવ્યું હતું. ઇન્ડિયન એમ્બેસી અને અમેરિકાની મદદથી તે રવિવારના રોજ દિલ્હી પરત ફર્યા હતો ત્યારે આજે દિલ્હી થી ફ્લાઈટ ભાવનગર એરપોર્ટ પર આવી પોહચ્યા હતો.ગુજરાતી જાણીતા કવિ હરિન્દ્ર દવેના મોટા દીકરા રોહીતભાઈ દવેનો દીકરો શિવાંગ દવે જે અફઘાનિસ્તાનમાં છેલ્લા ૧૨ વર્ષથી પ્રાઈવેટ કંપનીમાં એન્જિનિયરિંગ નોકરી કરતો હતો, જે આજે દિલ્હીથી ભાવનગર ફલાઈટ મારફતે ભાવનગર એરપોર્ટ પર શિવાંગ દવે અને તેમના પત્ની એકતાબેન દવે આવી પહોચ્યા હતા, ત્યાંથી તેના કાકાના ઘરે હરેશભાઈ દવે તથા નિલાબેન દવે પાસે આશીર્વાદ લીધા હતા અને આજે સાંજે તે તેના કુળદેવી માતાજી મંદિરે શીશ ઝુકાવવા જશે.અફઘાનિસ્તાનથી પરત આવેલા શિવાંગ દવેએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જ્યારે તાલિબનોએ કબ્જો કર્યો હતો ત્યારે મારી નજર સામે ઘણુબધુ જોયુ છે. એક અઠવાડિયા પહેલા કાબુલથી હું પાછો આવ્યો છું જ્યારે અફઘાનિસ્તાનમાં તાલિબાનોનો કબ્જા બાદ ઠેર-ઠેર રસ્તાઓ બ્લોક થઈ ગયા હતા ,ટ્રાફિક જામ થઇ ગયો હતો મને ખૂબ ડર લાગી રહ્યો હતો. કાબુલ એરપોર્ટ કેવી રીતે પહોંચશે, કાબુલ એરપોર્ટ પર પહોંચ્યા ત્યાં પણ તાલિબાનો કબ્જામાં આવી ગયું હતું. હવે વતન પરત ફરવા ખૂબ જ મુશ્કેલ લાગી રહ્યું હતું ઘણા રોકાણ બાદ ફ્લાઈટ આવી અને રવિવારના રોજ ભારત પરત ફર્યો હતો. શિવાંગ દવેએ વધુમાં જણાવ્યું હતું કે, તાલિબાનનો કબ્જો કર્યા બાદ શું કરવાના છે એ કોઈને ખબર નથી બેંકમાં પૈસા નથી અને બધા જ કામ અટકી ગયા છે. હવે ભવિષ્યમાં શું થશે તેની રાહ જોવાઇ રહી છે. આપણે આશા રાખીએ કે લોકો ત્યાં રહે અને ભારત સરકારના સહયોગથી અનેક લોકોને ભારત લાવવામાં મદદ કરી હતી. જ્યાં સુધી કાબુલ ફ્લાઈટમાં બેઠા અને ફ્લાઇટ ઉપડી ને ત્યાં સુધી એટલો ડર હતો કે અમે ઘણા બ્લાસ્ટ થતા જોયા છે, ૫૦થી ૬૦ મીટરના અંતરે બધું જોયું છે. પણ આ આવો ડર ક્યારે લાગ્યો નથી જે ડર ત્યારે લાગી રહ્યો હતો.હરેશભાઈ કાળુભાઈ દવેએ જણાવ્યું હતું કે, ગુજરાતી સાહિત્ય સુવિખ્યાત કવિ હરીન્દ્ર દવેનો પ્રરપૌત્ર એટલે શિવાંગ દવે કાબુલમાં છેલ્લા ૧૨ વર્ષથી એન્જિનિયરની જોબ કરતો હતો. અફઘાનિસ્તાનમાં તાલિબાનોનો કબ્જો થતા કોઇપણ જાતનો કોન્ટેક્ટ થઈ શકતો ન હતો. ફલાઈટ પણ મળવી મુશ્કેલ હતી એટલે અમને ઘણી જ ચિંતા થતી હતી. દિલ્હીથી ભાવનગર એરપોર્ટ આવી પહોંચ્યા બાદ સૌને રાહત થઇ હતી.

Previous articleમીઠી વિરડી પરમાણું વિજળી ઘર સંદર્ભે આગેવાનો સાથે પરમાણું સહેલીની બેઠક મળી
Next articleસૌરાષ્ટ્ર યુનિ. શૈક્ષણિક કર્મચારી મંડળીની ૩૩ સાધારણ સભા યોજાઈ