જલિયાવાલા બાગ સ્મારકના રિનોવેટેડ પરિસરનું ઉદઘાટન

126

જલિયાવાલા બાગનું કેન્દ્રીય સ્થળ ગણતા જ્વાલા સ્મારકના સ્મારકની સાથે-સાથે તેનું પુનર્નિમાર્ણ કરવામાં આવ્યું છે : નવું પરિસર નવી પેઢીને પ્રેરણા આપશે : નરેન્દ્ર મોદી
ચંદીગઢ, તા.૨૮
પંજાબ સ્થિત જલિયાવાલા બાગ સ્મારકના પુનર્નિર્મિત એટલે રિનોવેટેડ પરિસરનું આજે સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કર્યું છે. પીએમ મોદીએ વીડિયો કોન્ફ્રેંસિંગ દ્વારા પરિસરનું ઉદઘાટન કરી તેને રાષ્ટ્રને સમર્પિત કર્યું છે. ઉદઘાટન કાર્યક્રમમાં પરિસરને સારું બનાવવા માટે સરકાર તરફથી ભરવામાં આવેલા પગલાંને પણ દર્શાવવામાં આવશે. આ દરમિયાન તેમણે કહ્યું કે નવું પરિસર નવી પેઢીને પ્રેરણા આપશે. જલિયાવાલા બાગ આઝાદીની લડાઇનું પ્રતિક છે. આ હંમેશા આઝાદી માટે આપવામાં આવેલી કુરબાનીને યાદ અપાવશે. જોકે જલિયાવાલા બાગનું કેન્દ્રીય સ્થળ ગણતા ’જ્વાલા સ્મારક’ના સ્મારકની સાથે-સાથે તેનું પુનર્નિમાર્ણ કરવામાં આવ્યું છે. અહીં સ્થિત તળાવને એક ’લિલી તળાવ’ના રૂપમાં ફરીથી વિકસિત કરવામાં આવ્યું છે, અને લોકોને અવર-જવરમાં સુવિધા રહે તે માટે અહીંના રસ્તા પહોળા કરવામાં આવ્યા છે. જલિયાવાલા બાગની બિલ્ડીંગ લાંબા સમયથી બેકાર પડી હતી. તેનો ઉપયોગ પણ ખૂબ ઓછો હતો. એટલા માટે બિલ્ડીંગોને ફરીથી ઉપયોગમાં લેવા માટે ચાર મ્યુઝિયમ ગેલરી બનાવવામાં આવી છે. આ ગેલેરી તે સમયગાળા દરમિયાન પંજાબમાં ઘટિત વિભિન્ન ઘટનાઓના વિશેષ ઐતિહાસિક મહત્વને દર્શાવે છે. આ ઘટનાઓને બતાવવામાં આવશે. આ દરમિયાન મેપિંગ અને ૩ડી ચિત્રણ સાથે-સાથે કલા તથા મૂર્તિકલા જેવી વસ્તુઓને બતાવવામાં આવશે. આ ઉપરાંત જલિયાવાલા બાગમાં એક થિયેટરનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. તેમાં એકસાથે ૮૦ લોકોને બેસવાની ક્ષમતા છે. આ થિયેટરમાં ડિજિટલ ડોક્યૂમેંટ્રી બતાવવામાં આવશે. તેના માટે જલિયાવાલા બાગ નરસંહાર પર ડિજિટલ ડોક્યૂમેંટ્રી તૈયાર કરવામાં આવી છે. તેમાં ગેટથી અંગ્રેજી સેનાના પ્રવેશથી લઇને જલિયાવાલા બાગમાં બેઠેલા નિર્દોષ લોકો પર ગોળીઓ ચલાવવા સુધીની ઘટના કેદ છે.

Previous articleઅમેરિકાએ આઈએસઆઈએસના ગઢ ઉપર ડ્રોનથી હુમલો કર્યો
Next articleજમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલાની શંકાએ ગુપ્તચર એજન્સીઓ એલર્ટ