સેન્સેક્સમાં ૨૭૭, નિફ્ટીમાં ૮૯ પોઈન્ટનો મોટો ઊછાળો

128

વૈશ્વિક બજારોમાં સકારાત્મક વલણથી બજારમાં તેજી : સેન્સેક્સ ૫૮,૧૯૪.૭૯ના ઓલટાઈમ હાઈ સ્તર પર સ્પર્શ્યો, ટાઈટન લગભગ બે ટકા વધારા સાથે ટોચ પર
મુંબઈ, તા.૩
વૈશ્વિક બજારોમાં સકારાત્મક વલણ અને વિદેશ ફંડોની લેવાલીથી સેન્સેક્સ ૨૭૭ પોઈન્ટ ચઢીને ૫૮,૧૯૪.૭૯ પર બંધ થયો. સેન્સેક્સે આજે ૫૮,૧૯૪.૭૯નો ઓલટાઈમ હાઈ સ્તર પણ સ્પર્શ્યો હતો. તો વળી નિફ્ટી ૫૦ ૮૯.૪૫ પોઈન્ટ ઉપર ૧૭,૩૨૩.૬૦ પર બંધ થયો. તેમે પણ આજે ૧૭,૩૪૦.૧૦ પોઈન્ટનો હાઈ બનાવ્યો.કારોબાર દરમિયાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રી, કોટક મહિન્દ્રા બેન્ક અને આઈસીઆઈસીઆઈ બેન્કના શેરોમાં ઊછાળાના સહારે શુક્રવારે સેન્સેક્સે શરૂઆતના કારોબારમાં ૨૫૦ પોઈન્ટથી વધુ વૃધ્ધિ સાથે ૫૮,૦૦૦નો આંક પાર કરી લીધો હતો. એજ રીતે વ્યાપક એનએસઈ નિફ્ટીએ પણ શરૂઆતના સત્રમાં ૧૭,૩૦૦નો આંકડો પાર કર્યો. શરૂઆતના સત્રમાં ૩૦ શેરોવાળો સેન્સેક્સ ૨૫૦.૭૫ પોઈન્ટ અથવા ૦.૪૩ ટકાની તેજી સાથે પોતાના અત્યાર સુધીના ઉચ્ચતમ સ્તર ૫૮,૧૦૩.૨૯ પર કારોબાર કરી રહ્યો હતો અને નિફ્ટી ૬૭.૬૫ પોઈન્ટ અથવા ૦.૩૯ ટકા વધીને ૧૭,૩૦૧.૮૦ પર ચાલી રહ્યો હતો. સેન્સેક્સમાં ટાઈટન લગભગ બે ટકાના વધારા સાથે ટોચ પર રહ્યો, એ પછી રિલાયન્સ ઈન્ડસ્ટ્રી, કોટક બેન્ક, એસબીઆઈ, એનટીપીસી અને ઈન્ડસઈન્ડ બેંકનું સ્થાન રહ્યું. બીજી તરફ એચસીએલ ટેક, એચયૂએલ, એમએન્ડએમ, ટેક મહિન્દ્રા અનેટીસીએસના શેરોને નુકશાન થયું. છેલ્લા સત્રમાં સેન્સેક્સ ૫૧૪.૩૩ પોઈન્ટ અથવા ૦.૯૦ ટકાની તેજી સાથે ૫૭,૮૫૨.૫૪ના તેના સર્વકાલિન ઉચ્ચ સ્તરે બંધ થયો જ્યારે નિફ્ટી ૧૫૭.૯૦ પોઈન્ટ થવા ૦.૯૨ ટકા વધીને ૧૭,૨૩૪.૧૫ પર બંધ થયો. વિદેશી સંસ્થાગત રોકાણકારો (એફઆઈઆઈ) મૂડી બજારમાં શુધ્ધ ખરીદાર હતા અને અસ્થાયી વિનિમયના આંકડા અનુસાર તેઓએ ગુરૂવારે ૩૪૮.૫૨ કરોડ રૂપિયાના શેર ખરીદ્યા. આ દરમિયાન આંતરરાષ્ટ્રીય ઓઈલ બેંચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૦૩ ટકા પડીને ૭૩.૦૧ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું હતું.

Previous articleધોની રિટાયરમેન્ટ બાદ પણ બીજો સૌથી ધનિક ક્રિકેટર
Next articleછેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૪૫૩૫૨ નવા પોઝિટિવ કેસ