૧૦૦થી વધુ સ્કાય સ્ટ્રાઈકર લેવા સેનાનો ઈઝરાયલ સાથે કરાર

132

હવાઈ હુમલા માટે ભારતીય સેનાને મજબૂત કરવાનો પ્રયાસ : બેંગલુરુની કંપની આલ્ફા ડિઝાઈન ટેન્કોલોજીસના નેતૃત્વવાળા સંયુક્ત યુનિટે ઈઝરાયલની કંપની એલ્બિટ સિસ્ટમ સાથે ૧૦૦ કરોડની ડીલ કરી
નવી દિલ્હી,તા.૮
પુલવામા આતંકી હુમલા પછી ભારતે બાલાકોટમાં એર સ્ટ્રાઈક કરીને આતંકીઓના ઠેકાણાને ધ્વસ્ત કરી દીધા હતા. આ પ્રકારના મિશન ભારતીય સેના માટે ભવિષ્યમાં પણ વધારે સરળ રહેશે. આવનારા દિવસોમાં ભારતીય સેના જીાઅ જીિંૈાીથિી સજ્જ હશે. જે એર સ્ટ્રાઈક જેવા ઓપરેશનને અંજામ આપવામાં મદદ કરશે. તે આત્મઘાતી ડ્રોનની જેમ કામ કરે છે અને વિસ્ફોટકો દ્વારા લક્ષ્યને ખત્મ કરી શકે છે. રિપોર્ટ પ્રમાણે ભારતીય વાયુસેનાના યુદ્ધ વિમાનોએ જે રીતે ૨૦૧૯માં બાલાકોટમાં ઘૂસીને એર સ્ટ્રાઈક કરી હતી. તેવી જ રીતે હવાઈ હુમલા માટે ભારતીય સેના પોતાને મજબૂત કરવા માગે છે. આથી સેનાએ ૧૦૦થી વધારે સ્કાઈ સ્ટ્રાઈકર ખરીદવા માટે એક ડીલ કરી છે. બેંગલુરુની કંપની આલ્ફા ડિઝાઈન ટેકનોલોજીસના નેતૃત્વવાળા સંયુક્ત યુનિટ ઈઝરાયલની કંપની એલ્બિટ સિસ્ટમ સાથે આ કરાર કર્યો છે. એલ્બિટ સિક્યોરિટી સિસ્ટમ્સ જણાવ્યા પ્રમાણે સ્કાય સ્ટ્રાઈકર એક ફરતું હથિયાર છે જે લાંબા અંતર સુધી સટીક અને સામરિક હુમલો કરવામાં સક્ષમ છે. કરાર પ્રમાણે આ સ્કાય સ્ટ્રાઈકરનું નિર્માણ બેંગલુરુમાં કરવામાં આવશે. જેનો ઉપયોગ બાલાકોટ જેવા મિશનમાં કરવામાં આવી શકાય છે. આ સશસ્ત્ર ડ્રોન સેનાની ફરતી યુદ્ધ સામગ્રીની આવશ્યકતાને પૂરી કરશે. આ એક પ્રકારનું માનવરહિત હવાઈ વિમાન છે. જે વિસ્ફોટક વોરહેડની સાથે લાઈન ઓફ વિઝન ગ્રાઉન્ડ લક્ષ્યો સાથે સંલગ્ન કરવા માટે બનાવવામાં આવ્યું છે. જમ્મુ કાશ્મીરના પુલવામામાં ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ સીઆરપીએફના એક કાફલા પર આત્મઘાતી હુમલાનો બદલો લેવા માટે ૧૨ દિવસ પછી ભારતીય વાયુસેનાના યુદ્ધ વિમાનોએ ૨૬ ફેબ્રુઆરી ૨૧૦૯ની સવારે ૩ઃ૩૦ કલાકે બાલાકોટમાં ઘૂસીને આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકી ઠેકાણાને નષ્ટ કરી દીધા હતા. તેને બાલાકોટ એર સ્ટ્રાઈકના નામથી ઓળખવામાં આવે છે. હવાઈ હુમલા માટે ભારતીય સેના પોતાને મજબૂત કરવા માગે છે. આથી સેનાએ ૧૦૦થી વધારે સ્કાઈ સ્ટ્રાઈકર ખરીદવા માટે ૧૦૦ કરોડ રૂપિયાની ડીલ કરી છે. બેંગલુરુની કંપની આલ્ફા ડિઝાઈન ટેકનોલોજીસના નેતૃત્વવાળા સંયુક્ત યુનિટ ઈઝરાયલની કંપની એલ્બિટ સિસ્ટમ સાથે આ કરાર કર્યો છે. આલ્ફા ડિઝાઈનના સંયુક્ત યુનિટને ભારતીય સેનાના કરાર ઉપરાંત ભારતીય વાયુસેના પાસેથી પણ બે વધુ રક્ષા કરાર મળ્યા છે. પહેલાં કરારમાં ૬ અતિ ઉચ્ચ ક્ષમતાવાળા રડારનો સમાવેશ થાય છે. ભારતીય વાયુ સેના લાંબા અંતરનું રડાર પી-૧૮નું સંચાલન કરી રહી છે. જેની મર્યાદા ૨૦૦ કિલોમીટર સુધી છે. નવા રડાર ભારતીય વાયુસેનાની બાજ નજરની ક્ષમતાને વધારશે. બીજો કરાર દોસ્ત કે દુશ્મનની ઓળખ કરનારી ૬૦ સિસ્ટમ માટે કરવામાં આવે છે. જેને જમીની રડારની સાથે એકીકૃત કરવામાં આવશે. ડીઆરડીઓ અંતર્ગત સેન્ટર ફોર એરબોર્ન સિસ્ટમ્સે તેને વિકસિત કર્યું છે. તેના પછી આ ટેકનોલોજી આલ્ફા, બીઈએલ અને ડેટા પેટર્ન કંપનીઓને સ્થાનાંતરિત કરવામાં આવી છે.

Previous articleએનડીએમાં મહિલાઓને સ્થાયી કમિશન આપવા નિર્ણય
Next articleશિક્ષકોને ૮ કલાક ડ્યુટીનો પરિપત્ર આખરે રદ્દ કરાયો