કૃષિકારોના વિવિધ પડતર પ્રશ્ને કલેક્ટરને આવેદનપત્ર અપાયું

128

આઠ પ્રાણ પ્રશ્નોનું તાકિદે નિરાકરણ લાવવા ઉગ્ર માંગ કરતું ભારતિય કિસાન સંઘ
ભાવનગર, તા.૯
રાજ્યના સેંકડો ખેડૂતો છેલ્લા ઘણા સમયથી અનેક પ્રકારના પ્રશ્નો સાથે સંઘર્ષ કરી રહ્યાં છે આ પ્રશ્નોનું સત્વરે ઉકેલ લાવવાની માંગ સાથે રાજ્યના તમામ મહાનગરો ખાતે ભારતીય કિસાનસંઘ દ્વારા મુખ્યમંત્રી રૂપાણીને સંબોધતુ આવેદનપત્ર જિલ્લા કલેક્ટરોને સોંપવામાં આવ્યાં છે જે અંતર્ગત ભાવનગર જિલ્લા કિસાનસંઘ દ્વારા ભાવનગરના ખેડૂતોના પ્રશ્નો સંદર્ભે આજરોજ ભાવનગર જિલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભારતીય કિસાનસંઘ ભાવનગર જિલ્લા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને એક આવેદનપત્ર આપ્યું છે જેમાં એ પ્રકારે ઉલ્લેખ કર્યો છે કે ભાવનગર જિલ્લામાં ખેત સિંચાઈ માટે પાણીનો પ્રશ્ન ઉકેલવા કલ્પસર યોજનાને મંજૂરી આપી આ અંગે કામ શરૂ કરવામાં આવે, જમીન રી-સર્વેમાં થયેલ ભૂલોને તાત્કાલિક ધોરણે દૂર કરી આપવામાં આવે, ખેતીના પાકોને જંગલી જનાવર દ્વારા કરાતાં નુકશાન તથા ભેલાણ અંગે યોગ્ય વળતર આપવામાં આવે, શાકભાજી સહિતની ખેત ઝણસો ની કિલોના ભાવે ખરીદી કરવામાં આવે ગ્રામ્ય કક્ષાના ખેડૂતોના પડતર પ્રશ્નો સંદર્ભે તાલુકા મામલતદાર તથા પ્રાંત અધિકારી વચ્ચે યોગ્ય સંકલન દ્વારા બેઠક બોલાવી સમસ્યાઓ નિષ્કાષીત કરવામાં આવે ખેતી વાડીના વિજ કનેક્શનમાં વીજ બીલમાં જે ફિક્સ ચાર્જ વસુલવામાં આવે છે એ રદ્દ કરવામાં આવે જે તાલુકામાં વરસાદની અછત છે ત્યાં સર્વે હાથ ધરી સહાય ચુકવવામાં આવે અને કિસાન સર્વોદય યોજના સત્વરે લાગું કરી ખેતી વાડી માટે દિવસે વિજળી આપવાની માંગ કરી છે આ પ્રશ્નોના નિરાકરણ માટે રાજ્ય સરકાર તત્કાળ હસ્તાક્ષેપ કરે એવી કિસાનસંઘ દ્વારા માંગ કરાઈ છે.

Previous articleમોરંગીમાં ગણપતી બાપાનું આગમન
Next articleસૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૈક્ષણિક કર્મચારી ગ્રાહક અને ધિરાણ મંડળી લિ. ના પ્રમૂખ પદે સતત બીજી વાર બિનહરીફ ચુંટાતા પ્રો. જયદીપસિંહ ડોડીયા.