રાજુલા-જાફરાબાદમાં જમીન પચાવી પાડનાર કંપની સામે ૭ ગામના લોકોએ શરૂ કર્યા ધરણા

747
guj2642018-2.jpg

રાજુલા-જાફરાબાદ તાલુકામાં ગેરકાયદે જીએચસીએલ કંપનીએ જમીનોમાં દબાણ કરી લાખો ટન મીઠુ પકવી અનેક લોકોને બેકારીના ખપ્પરમાં હોમવા સામે ૭ ગામના પ૦૦ લોકોને મામલતદાર કચેરીએ ધામા અચોક્કસ મુદ્દતથી ધરણા પર મનુભાઈ ચાવડાની આગેવાનીમાં રણશીંગુ ફુંકાયું હતું.
રાજુલા અને જાફરાબાદ તાલુકામાં ગેરકાયદે જીએચસીએલ કંપનીની લીઝ ર૦૧૧માં પુરી થવા છતાં જાફરાબાદમાં વઢેરા, મીતીયાળા તેમજ રાજુલા તાલુકાના ભેરાઈ, પીપાવાવ, વિક્ટર, કથીવદર, ખેરા, ચાંચ ગામે અને લિગલી કરોડો રૂપિયાની સરકારી અને ગ્રામ પંચાયતો પાસેથી ભાડે રાખેલ મીઠુ પકવવા જમીન તેની લીઝ ર૦૧૧માં પુરી થઈ ગઈ હોવા છતા જમીનનો કબ્જો બિનકાયદે કરી કરોડો ટન મીઠુ પકવતી જીએચસીએલ કંપની સામે ૭ ગામના લોકો દ્વારા કરાયેલ રજૂઆતોનો ઉલાળીયો થતા ૭ ગામના લોકોએ બહુ સંખ્યામાં મામલતદાર મારફત રાજ્ય સરકારમાં બેઠેલ વિજયભાઈ રૂપાણીને આવેદનપત્ર પાઠવ્યું કે, આ જીએચસીએલ કંપનીએ ગેરકાયદે જમીનનું દબાણ કરી સરકારને કરોડો રૂપિયાનો ચુનો લગાડે છે તેમજ એકદમ પછાત જાફરાબાદ અને રાજુલાના મજુર વર્ગની રોજીરોટી છીનવી બેરોજગારીથી ગરીબીના ખપ્પરમાં હોમી દીધા છે અને આ કંપનીને ભાડા પેટે આપેલનો ર૦૧૧માં પુરી થતી લીઝ ફરીવાર લીઝ ન આપવા તેમજ મીઠુ પકવતી કંપનીથી દરિયાના પાણી ૭ ગામોના તળમાં ઘુસી જતા દરરોજ એક વ્યક્તિને ટીબી, શ્વાસ, પથરીના રોગીનો વધારો થતો જાય છે અને એક તો કંપનીના પાપે બેકારી તેમાં નાણા વગર બેકારીથી અનેક લોકો મોતના મોઢામાં જતા રહે છે. આવું આવેદનપત્રમાં જણાવ્યા છતાં બહેરા, મુંગા અને જાડી ચામડીના પેધી ગયેલ તંત્રના અધિકારીઓ એસી રૂમમાં બેઠા-બેઠા જીએચસીએલ કંપની સામે મીલીભગત કરી લાખો રૂપિયા ટેબલ નીચેની આવક ખાય છે તેમાં ગરીબ જનતાનો અવાજ ક્યાંથી સંભળાય તેમજ રાજુલા અને જાફરાબાદમાં અનલિગલી ર૦૦ થી ૩૦૦ જીંગા ફાર્મ પણ ખડકી દેવામાં આવ્યા છે. તેમાં પણ જમીન અને તેમાં પણ દરિયાના ખારા પાણીનો જ ઉપયોગ થતા જમીનોના તળમાં દરિયાનું પાણી બેસી જતા ખેડૂતોની વાડી વિસ્તાર કે ચોમાસુ પાક ફેઈલ થઈ કરોડો રૂપિયાની માલિકીની જમીન બંઝર બની જવાથી પ૦૦ લોકોએ મનુભાઈ ચાવડાની આગેવાનીમાં આજથી અચોક્કસ મુદ્દત સુધી ધરણા શરૂ કરી તંત્રને જગાડવા કરી છે અને તેમજ છતાં જીએચસીએલ કંપનીને તગેડી મુકવા ૭ ગામની જનતા દ્વારા ઉગ્રથી અતિ ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તો કોઈ પાછા પડીશું નહીં પણ આ દાદાગીરી કરતી જીએચસીએલ કંપનીને હટાવી જેતે ગ્રામ પંચાયતોની તેમજ સરકારી જમીન ગેરકાયદે મીઠુ પકવવું જીંગા ફાર્મ બનાવનારને કાઢી પોતપોતાના ગામોને જમીન પરત આપવા માટે કદાચ રસ્તા રોકોથી માંડી જરૂર પડ્યેે આત્મવિલોપનની પણ અમારી તૈયારી છે અને તેના જે તે પરિણામોની સંપૂર્ણ જવાબદારી તંત્ર અને જીએચસીએલ કંપનીની રહેશે. આ માટે જેતે ગામોના આગેવાનોની સાથે ૮૦ થી ૧૦૦ માણસો મામલતદાર કચેરી ધામા નાખ્યા છે તેવા આગેવાનો જાફરાબાદના પ્રવિણભાઈ બારૈયા તેમજ પીપાવાવ ગામના ભાણાભાઈ ગુજરીયા કોળી, આતાભાઈ વાલેરાભાઈ વાઘ-કથીવદર, રમેશભાઈ ચૌહાણ કોળી ખેરા, રામજીભાઈ ચાંચબંદર તેમજ સાતેય ગામના આગેવાનો સાથે પ૦૦ ગામ લોકોએ રણશીંગુ ફુંક્યું છે.

Previous articleધંધુકા આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ મેલેરિયા દિવસની કરાયેલી ઉજવણી
Next articleઆલમોડા કથા : પાંચમો દિવસ વ્યસન મુકિત સંદેશથી સંપન્ન