ભાવનગરના વલ્લભીપુર APMC ની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલનો જ્વલંત વિજય

152

કોંગ્રેસ અને આપના તમામ ઉમેદવારોનો ઘોર પરાજય
વલ્લભીપુર તાલુકાની એ.પી.એમ.સી.ની ગુરુવારે યોજાયેલી ચૂંટણીમાં ભારે મતદાન થયા બાદ શુક્રવારે સવારે મતગણતરી હાથ ધરાઈ હતી. બપોર સુધીમાં તમામ મતો ગણાઈ જતા તેમાં ભાજપ પ્રેરિત પેનલનો ભવ્ય વિજય થયો છે. જ્યારે આપ અને કોંગ્રેસના ગઠબંધનને તમામ વિભાગમાં ઘોર પરાજયનો સામનો કરવો પડ્યો છે.

ભાજપ પ્રેરિત ઉમેદવારોમાં નરશીભાઈને ૨૩૯, નીતિનભાઈ ગુજરાતીને ૨૫૨, અજીતસિંહ ગોહિલને ૨૫૪, દિગ્વિજયસિંહ પ્રદ્યુમ્નસિંહને ૨૨૮, રણજીતસિંહ ગોહિલને ૨૨૨, ઠાકરશીભાઈ બોધરાને ૨૪૫, નાગજીભાઈ ભલાણીને ૨૦૪, કાળુભાઇ મેરને ૨૨૦, ભૂપતસિંહ રાયજાદાને ૨૩૧ અને દેવરાજભાઈ લખાણીને ૩૨ મત મળ્યા હતા. કુલ મત ૩૦૪૯ હતા જેમાંથી ૧૫ મતો અમાન્ય ઠર્યા હતા.જ્યારે ખરીદ વેચાણ સંઘમાં ગોહિલ કાળુભાઇ બેચરભાઈને ૩૭ મત તથા વિનુભાઈ કુંવરજીભાઇ વધાસીયાને ૪૩ મત મળતા તેઓનો વિજય થયો હતો અને ૨૮ મત મળેલ ઉમેદવાર વેગડ પ્રતાપસિંહ ભગવાનભાઈની હાર થઈ હતી.જ્યારે આપ અને કોંગ્રેસ પ્રેરિત પેનલમાં હરેશભાઇ ગુજરાતીને ૧૦૦, ધરામેન્દ્રસિંહ ગોહિલને ૧૦૯, મંગળસિંહ ગોહિલને ૮૫, દીનેશકુમાર ચૌહાણને ૮૧, વિનુભાઈ જમોડને ૮૪, વાલજીભાઈ ડોબરીયાને ૮૫, જાદવભાઈ ધનાણીને ૮૭ અને રાજુભાઇ વાઘસિયાને ૯૧ મત મળ્યા હતા. આમ કોંગ્રેસ અને આપના સયુંકત ગઠબંધન વાળી પેનલમાંથી એકપણ ઉમેદવાર જીતી શક્યા ન હતા. આથી વલ્લભીપુર તાલુકા એ.પી.એમ.સી.માં હવે ભાજપ પ્રેરિત સભ્યોની બોલબાલા રહેશે એ નિશ્ચિત થઈ ગયું છે. ભાજપ પ્રેરિત પેનલનો વિજય થતા ઉમેદવારો અને તેમના સમર્થકોએ ઢોલ વગાડી એક બીજાના મોં મીઠા કરાવી વિજયની ઉજવણી કરી હતી.

Previous articleઈકો કાર પલ્ટી ખાતા એકનું મોત : તેને જોવા ઉભેલી બોલેરો પાછળ બાઈક ઘુસી જતા ચાલકનું મોત
Next articleતક્ષશીલા ખાતે ઈકોડલી ગણેશજીની સ્થાપના કરાઈ