દિલ્હીમાં ૧૧ વર્ષમાં સૌથી વધુ વરસાદ આ વર્ષે નોધાયો

107

દિલ્હીના જખીરા અંડરપાસમાં ૧૦ ફૂટ પાણી ભરાવાના કારણે પરિવહનને અસર, તાપમાન ૩થી ૪ ડીગ્રી ઘટ્યું : એરપોર્ટના રનવે ઉપર પાણી ભરાઈ ગયા
નવી દિલ્હી,તા.૧૧
આગામી ૫ દિવસ દરમિયાન ઉત્તરાખંડમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. વળી, ૨૧ ઓગસ્ટના દિવસે હિમાચલ પ્રદેશ અને પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં ભારે વરસાદની સંભાવના રહી છે. હરિયાણા, ચંડીગઢ, પંજાબ અને પૂર્વી રાજસ્થાનમાં આગામી ૨ દિવસો સુધી સારા પ્રમાણમાં વરસાદ પડી શકે છે. જોકે મધ્યપ્રદેશના ૧૧ જિલ્લામાં રેડ અલર્ટ જાહેર કરી દેવાયું છે તો રાજસ્થાનના ૧૦ જિલ્લામાં યલો અલર્ટ જાહેર.રાજધાની દિલ્હીમાં શનિવારે વહેલી સવારથી પડી રહેલા ભારે વરસાદના કારણે ઈન્દિરા ગાંધી એરપોર્ટના કેટલાક ભાગોમાં પાણી ભરાઈ ગયા છે. જો કે, શુક્રવાર રાત્રીથી પડી રહેલા અનરાધાર વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાઈ જતાં સ્થાનિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે આજે માટે ’ઓરેન્જ એલર્ટ’ જારી કર્યું છે. ખાસ વાત એ છે કે ૨૦૧૦ પછી આ પ્રથમ વખત છે, જ્યારે દિલ્હીમાં વરસાદનો આંકડો ૧૦૦૦ મીમીને પાર કરી ગયો છે. આ વખતે ૧૧ વર્ષમાં દિલ્હીમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. દિલ્હીના એરપોર્ટના સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે, એરપોર્ટના કેટલાક ભાગોમાં વહેલી સવારે ૭.૪૫ કલાકે વરસાદી પાણીનો ભરાવો શરૂ થવા પામ્યો હતો. જો કે, ૩૦ મિનિટની અંદર એરપોર્ટ ઓથોરેટીએ આ પાણીનો નિકાલ કરી દેવાયો હતો. મહત્વનું છે કે, એરપોર્ટની ડ્રેનેજ સિસ્ટમ ખૂબ સારી છે. થોડા સમય પછી પાણી બહાર નીકળી ગયું દિલ્હીમાં મોડી રાતથી વરસાદની સ્થિતિ ચાલુ રહી છે. દિલ્હી અને એનસીઆરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પાણી ભરાવવાની સમસ્યા સામે આવી છે. હવામાન વિભાગે આજે દિલ્હી, ગ્રેટર નોઈડા, ગુરુગ્રામ અને આસપાસના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. દિલ્હી-દ્ગઝ્રઇમાં આગામી ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે. દેશમાં શુક્રવાર રાતથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે દિલ્હી, નોઈડા, ગુરુગ્રામ અને ગાઝિયાબાદના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અને સ્થાનિકોને પણ એનાથી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ મહિનાની શરૂઆતમાં, દિલ્હીમાં સતત બે દિવસ ૧૦૦ મીમીથી વધુ વરસાદ નોંધાયો હતો. ૧ સપ્ટેમ્બરે ૧૧૨.૧ મીમી અને ૨ સપ્ટેમ્બરે ૧૧૭.૭ મીમી વરસાદ નોંધાયો હતો. અત્યાર સુધી, દિલ્હીમાં આ મહિને ૨૪૮.૯ મીમી વરસાદ થયો છે, જે સપ્ટેમ્બરના ૧૨૯.૮ મીમીના સરેરાશ વરસાદ કરતા ઘણો વધારે છે. ભારે વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો થયો અને લઘુત્તમ તાપમાન ૨૪ ડિગ્રી નોંધાયું હતું. ભારતીય હવામાન વિભાગના અધિકારીએ આ માહિતી આપી. સફદરજંગ વેધશાળાના જણાવ્યા અનુસાર, લઘુત્તમ તાપમાન ૨૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં બે ડિગ્રી ઓછું હતું, જ્યારે સાપેક્ષ ભેજ સવારે ૮.૩૦ વાગ્યે ૧૦૦ ટકા નોંધાયું હતું.

Previous articleછેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩,૩,૩૭૬ નવા કેસ નોંધાયા
Next articleઉત્તરાખંડમાં ૪.૬ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો