૧૭ મી સપ્ટેમ્બરના રોજ, ભાવનગર રેલવે મંડલ પર “સ્વચ્છ સ્ટેશન” તરીકે ઉજવવામાં આવ્યું હતું

128

૧૬ સપ્ટેમ્બરથી ભાવનગર રેલવે ડિવિઝનમાં “સ્વચ્છતા પખવાડા” ની ઉજવણી કરવામાં આવી રહી છે. કોરોના મહામારી (ર્ઝ્રંફૈંડ્ઢ-૧૯) ને ધ્યાનમાં રાખીને, અધિકારીઓ, રેલવે કર્મચારીઓ અને સફાઈ કર્મચારીઓ માટે સ્વચ્છતા સંકલ્પ સાથે ૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૧ ના ??રોજ સ્વચ્છતા પખવાડાની શરૂઆત થઈ. ૧૭ મી સપ્ટેમ્બરે, મંડલ પર “સ્વચ્છ સ્ટેશન” તરીકે ઉજવવામાં આવ્યું હતું અને ૧૮ મી સપ્ટેમ્બર, ૨૦૨૧ ના રોજ પણ “સ્વચ્છ સ્ટેશન” તરીકે ઉજવવામાં આવશે. આ દિવસે, સફાઈ કામદારો માટે સફાઈ મશીનો, સાધનો અને પ્લાન્ટ, સલામતી સાધનોની ઉપલબ્ધતા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું. ગટરની સફાઈ કરવામાં આવી હતી. “સિંગલ યુઝ પ્લાસ્ટિક” નો ઉપયોગ પર રોક લગાડવવામાં આવ્યો હતો. સૌર ઉર્જાથી ચાલતા સાધનો અને બોટલ ક્રશર મશીન જ્યાં તે સ્થાપિત છે તેની કામગીરીની તપાસ કરવામાં આવી હતી. સ્ટેશન પર વિદ્યુત સાધનો (પંખા, ટ્યુબ લાઇટ, એસી, સાઈનેજ બોર્ડ વગેરે) ની સ્વચ્છતા સુનિશ્ચિત કરવામાં આવી હતી. સ્ટેશન પ્લેટફોર્મની ખાસ સફાઈ પણ કરવામાં આવી હતી. મુસાફરોને સ્વચ્છતા અંગે જાગૃત કરી શકાય તે માટે સ્ટેશનો પર જાહેરાત તંત્ર દ્વારા સતત સ્વચ્છતા સંબંધિત જાહેરાત પણ કરવામાં આવી રહી છે.

Previous articleભાવેણામા ભાદરવે ભરપૂર હેત વરસાવતા મેઘરાજા : શહેરમાં પોણા ત્રણ ઇંચ વરસાદ
Next articleભાવનગર રેલવે મંડલના અધિકારિયો અને કર્મચારીઓએ “સ્વચ્છતા પ્રતિજ્ઞા” લીધી