ભાવેણામા ભાદરવે ભરપૂર હેત વરસાવતા મેઘરાજા : શહેરમાં પોણા ત્રણ ઇંચ વરસાદ

479

ઘોઘામાં દોઢ ઇંચ સહિત જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી આનંદ છવાયો
ભાવનગર શહેર-જિલ્લામાં ભાદરવા માસે મેઘરાજાએ અષાઢી રૂપ ધારણ કર્યું હોય તેમ છેલ્લા પાંચેક દિવસથી છવાયેલ વરસાદી માહોલ ને પગલે અષાઢ તથા શ્રાવણ માસમાં પડેલી વરસાદ ની ઘટ ભાદરવે પુરી થઈ જાય એવી સુંદર સ્થિતિ નું નિર્માણ થયું છે. ભાવનગર શહેર તથા જિલ્લામાં છેલ્લા પાંચ દિવસ થી વરસાદની જોરદાર જમાવટ જોવા મળી રહી છે ખાસ્સો સમય રાહ જોવડાવ્યા બાદ સચરાચર મેઘ મહેરથી લોકો-ધરતીપૂત્રો ના હૈયે ટાઢક થઈ છે ભાવનગર શહેર માં છેલ્લા ત્રણ દિવસ થી સમય સમયાંતરે હળવા-ભારે ઝાપટાં થી લઈને એક થી ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી રહ્યો છે આજરોજ સવારથી જ વરસાદ ચોક્કસ વરસે એવું વાતાવરણ સર્જાયું હતું દરમ્યાન બપોરે 12:30 કલાકે ધિમી ધારે શરૂ થયેલ વરસાદ સાંજે 6 વાગ્યા સુધી વરસ્યો હતો શહેરમાં પોણા ત્રણ ઇંચ વરસાદ પડ્યો હોવાનું શહેરની હવામાન વિભાગ ની કચેરી દ્વારા જણાવ્યું છે એજ રીતે જિલ્લામાં પણ સતત શરૂ રહેલ વરસાદ ને પગલે નાનાં મોટાં જળાશયો, ખેત તલાવડા,ચેકડેમ છલકાઈ ગયાં છે જે ધરતીપૂત્રો માટે વરદાન થી કમ નથી તો બીજી તરફ અછત સાથે મુરજાતી મોલાતોને પણ કળ વળવાનો સોનેરી અવસર મળ્યો હોય તેમ ખરીફ પાકો સિમ વાડીમાં સોળે કળાએ ખીલી ઉઠી છે નદી-નેરાઓ માં પણ પાણી ની નોંધપાત્ર આવક શરૂ થઈ ગઈ છે ભાવનગર શહેર સાથે આજે ઘોઘા પંથકમાં પણ દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને મોડી સાંજે ફરી ઝરમર વરસાદ શરૂ થયો હોવાનું જાણવા મળ્યું છે ધીમી ધારે અને અવિરતપણે વરસતા વરસાદને પગલે જમીનમાં પણ પાણી ઉતરી રહ્યાં છે જેથી આવતા દિવસોમાં ઊંડા ઉતરી ગયેલાં ભૂગર્ભ જળસ્તર પુનઃ ઊંચા આવશે અને લગભગ પિવાના પાણી નો વિકટ પ્રશ્ન હલ થઈ જાશે શહેરના અનેક બહુમાળી ઈમારતો ના બેઝમેન્ટમા પાણી ની સરવાણી ઓ જીવંત બનતા બેઝમેન્ટમા પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઈ રહી છે ત્યારે રાજ્ય ના હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે આગામી તા,21 સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ અકબંધ રહેશે.

Previous articleવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે “ગરીબોની બેલી” નો કાર્યક્રમ યોજાયો, કેબિનેટ પૂર્ણેશ મોદી હાજર રહ્યા
Next article૧૭ મી સપ્ટેમ્બરના રોજ, ભાવનગર રેલવે મંડલ પર “સ્વચ્છ સ્ટેશન” તરીકે ઉજવવામાં આવ્યું હતું