ભાવનગર જિલ્લામાં કોરોનાનો કેસ ન આવતા રાહત, એક્ટિવ કેસની સંખ્યા માત્ર ૩ જ રહી

129

ભાવનગર જિલ્લામાં કોરોના કાબુમાં આવી રહ્યો છે. જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ ન નોંધતા તંત્ર અને જિલ્લાવાસીઓએ રાહતના શ્વાસ લીધા હતા. આમ, ગઈકાલે શહેર ફરી એકવાર કોરોના મુક્ત થયું છે, અને હવે ગ્રામ્યમાં માત્ર ત્રણ જ કેસ રહ્યો છે. રાજ્યભરમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો હતો, જોકે, છેલ્લા કેટલાક સમયથી કોરોના કાબુમાં આવી રહ્યો છે. તેની સામે સંભવિત કોરોનાની ત્રીજી લહેરની પણ ભીતિ છે. ત્યારે ભાવનગર જિલ્લામાં કોરોના નાબૂદ થતો હોય તેમ લાગી રહ્યું છે, પણ હરખાવાની કોઇ જરૂર નથી કારણ કે, જો સાવધાની હટી તો દુર્ઘટના ઘટી જેવી સ્થિતિ સર્જાઇ શકે છે. ભાવનગર શહેરમાં માત્ર એક જ દર્દીઓ રહ્યો છે, આ દર્દીઓએ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ સાત દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમાં રહેવાનું રહેશે. આમ જિલ્લામાં નોંધાયેલા ૨૧ હજાર ૪૪૯ કેસ પૈકી હાલ ૩ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૨૯૮ દર્દીઓનું અવસાન થયેલુ છે.

Previous articleભાવનગર રેલવે મંડલના અધિકારિયો અને કર્મચારીઓએ “સ્વચ્છતા પ્રતિજ્ઞા” લીધી
Next articleમહા પાલિકા દ્વારા મિકેનીકલ અને વેક્યુમ બેઝડ રોડ સ્વીપીંગ મશીનનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો