મનપામાં ત્રણ વર્ષ થઇ ગયા હોય તેવા રસ્તા રિ કાર્પેટ કરાશે

772
gandhi2842018-6.jpg

મહાપાલિકા વિસ્તારમાં રોડ અપગ્રેડેશન શરૂ કરવામાં આવ્યું છે. તેમાં ૩ વર્ષ થઇ ગયા હોય તેવા તમામ માર્ગને આવરી લેવામાં આવશે. રાજ્યના માર્ગ અને મકાન વિભાગના ઇજનેરી સુત્રોએ જણાવ્યું કે મહાપાલિકા આસપાસના ૬ શહેરી ગામો અને બાકી રહી ગયેલા સેક્ટરો સહિત વિસ્તારના માર્ગોનો પણ નવીનીકરણની યોજનામાં સમાવેશ કરવાની રજૂઆતને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ દ્વારા માન્ય રાખવામાં આવી છે. આ સંબંધમાં બજેટમાં નાણાની જોગવાઇ પણ કરવામાં આવેલી છે.
મહાપાલિકામાં સેક્ટરોના આંતરિક માર્ગોના નવીનીકરણ માટે યોજના હાથ ધરવામાં આવી છે. પાટનગર યોજના વિભાગ અને મહાપાલિકા દ્વારા તેના માટે અંદાજે રૂપિયા ૬૦ કરોડના ખર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. હવે તેમાં વધુ રૂપિયા ૨૦ કરોડનો ઉમેરો થવાની શક્યતા હોવાથી કોઇ માર્ગ બાકી રહેશે નહીં. 
પાટનગર યોજના વિભાગ અને મહાપાલિકા દ્વારા તેના માટે અંદાજે રૂપિયા ૬૦ કરોડના ખર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. હવે તેમાં વધુ રૂપિયા ૨૦ કરોડનો ઉમેરો થવાની શક્યતા હોવાથી કોઇ માર્ગ બાકી રહેશે નહીં. તેવી હાલમાં જાહેરાત કરવામા આવી હોવાથી આ બાબતે આગામી દિવસોમાં તે અંગે કામગીરી હાથ ધરવામા આવશે. 
આ બાબતે યોગ્ય આયોજન થાય અને વધુમાં વધુ માર્ગ લંબાઇને આવરી લેવામાં સફળતા મળે તેના માટે ૩ વર્ષનો નિયમ અમલી કરવામાં આવશે. જે માર્ગ તૂટી જ ગયા છે તેને તો રિ કાર્પેટ કરવામાં આવશે જ. પરંતુ નવા બનાવાયા તેને ૩ વર્ષ થયા ન હોય અને ગાબડા પડી ગયાં હોય તો તોનું સમારકામ જે તે કોન્ટ્રાક્ટરના ખર્ચે કરાવવામાં આવશે. 

Previous articleભારત વિકાસ પરિષદની બેઠક મળીઃહોદ્દેદારો નિમાયા
Next articleગાંધીનગર ખાતે માનવ અધિકારને લગતા કેસોના નિકાલ કેમ્પ અને ઓપન હીયરીંગનો બે દિવસીય કાર્યક્રમ યોજાયો