ઘાંઘળી નજીક પગપાળા જતા યુવાનને ટ્રકે ચગદી નાખ્યો

698
bvn10102017-6.jpg

સિહોર ઘાંઘળી રોડ પર આજે વધુ એક અકસ્માત બનવા પામ્યો છે. જેમાં ઘાંઘળી ચોકડી પાસેની હોટલમાં નોકરી કરતો યુવાન પગપાળા ઘરે જતો હતો તે વેળાએ કાળુમુખા ટ્રકે અડફેટે લેતાં યુવાનનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યુ હતું. બનાવ બનતાં ગ્રામજનો અને પોલીસ કાફલો ઘટનાં સ્થળે દોડી ગયો હતો.
પ્રાપ્ત વિગત મુજબ ઘાંઘળી ચોકડી નજીકની હોટલમાં નોકરી કરતાં મહેમુદભાઈ હાજીભાઈ મકવાણા નોકરી પૂર્ણ કરી ઘાંઘળી ગામે પોતાના ઘરે પગપાળા જઈ રહ્યા હતા. તે વેળાએ સામેથી આવી રહેલાં ટ્રક નં.જી.જે. ૧૨ ડબલ્યુ ૯૦૦૩નાં ચાલકે અડફેટે લેતાં યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજ્વા પામ્યુ હતું. બનાવ બનતાં પોલીસ કાફલો ઘટનાં સ્થળે દોડી ગયો હતો લાશની હાલત જોતાં કરૂણાં સર્જાઈ હતી પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોેંધી તપાસ હાથ ધરી છે.