વડવા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સમુહ યજ્ઞોપવિત

814
bvn1922018-10.jpg

વડવા સમસ્ત બ્રહ્મસમાજ યુવા ગ્રુપ દ્વારા આજે સમસ્ત બ્રહ્મસમાજનો ૧પમો સમુહ યજ્ઞોપવિત સમારોહ જશોનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં યોજાયો હતો. જેમાં ૧૯ બટુકોએ દ્વિજત્વ ધારણ કર્યુ હતું. આ પ્રસંગે સંતો-મહંતો સહિત જ્ઞાતિના આગેવાનો અને આમંત્રિતોએ બટુકોને શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા કાર્તિકભાઈ મહેતા, હિતેશભાઈ પંડયા સહિત હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી. 

Previous articleજૈન જાગૃતિ સેન્ટર દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ
Next articleગુસ્તાખી માફ