મહાપાલિકાએ ૨૦ રખડતા ઢોર પકડ્યા : ક્યાં મોકલવા?

251

શહેરના આનંદનગર, સુભાષનગર, મહિલા કોલેજ સહિતના વિસ્તારથી ઢોર પકડી ડબ્બે પૂર્યા
ભાવનગર મહાનગર પાલિકાએ ગઇકાલથી ભાવનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી રખડતા ૨૦ જેટલા ઢોરને પકડી પાડી એરપોર્ટ રોડ, બાલા હનુમાનજીની બાજુમાં આવેલા ઢોરના ડબ્બામાં રખડતા ઢોરને પુરી દિધા હતા. પરંતુ કોર્પોરેશન માટે મુશ્કેલીએ થશે કે હાલમાં ઢોરને પકડવાનો જ કોન્ટ્રાક્ટ અપાયો છે. ઢોરને પકડયા બાદ તેને કોઈ પાંજરાપોળ સ્વીકારવાની તૈયાર નથી. ત્યારે દસ પંદર દિવસમાં તો ઢોરનો ડબ્બો પણ ભરાઇ જશે ત્યારબાદ પકડાયેલા ઢોર ક્યાં મોકલવા તે એક પ્રશ્ન ઉભો થશે તેમ પણ જાણવા મળી રહ્યું છે. કોર્પોરેશન દ્વારા ઢોર પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પરંતુ ચોમાસા ને ચાર મહિના થવા આવ્યા છતાં હજુ સુધી ઢોર પકડવાની કોઈ કામગીરી હાથ ધરવામાં આવી ન હતી. જેથી રસ્તા પર અડીંગો જમાવીને બેસેલા ઢોરને કારણે નાના-મોટા અકસ્માતો સર્જાતા હતા સાથોસાથ ટ્રાફિકનો પણ પ્રશ્ન ઉભો થયો હતો. તે કોર્પોરેશન દ્વારા ટેન્ડર બહાર પાડી ઢોર પકડવાની કામગીરી એજન્સીને સોંપી દેવાતા ગઇકાલે શહેરમાંથી ર૦ જેટલા રખડતાં ઢોર પકડી પડાયા હતા. ગણતરીના દિવસોમાં ઢોરનો ડબ્બો પણ ભરચક થઇ જશે. અને ભાવનગર શહેરમાં ઢોરની સમસ્યા યથાવત્‌ રહેશે.

Previous articleલાલવાવટાના નેજા હેઠળ કંસારાના કાંઠાના વિસ્થાપિતોનું સંમેલન મળ્યું
Next articleશહેનાઝે દિલજીત સાથેની ફિલ્મનું શૂટિંગ રદ્દ કર્યું