જમ્મુ-કાશ્મીર – લદાખ ભારતનો હિસ્સો હતા, છે અને રહેશે જ

433

આતંકવાદીઓને આશરો આપવો, મદદ અને સમર્થન પાક.ના ઇતિહાસ અને નીતિઓમાં સામેલ છે : યુએનજીએમાં ભારતના મહિલા સચિવ સ્નેહા દુબે
નવી દિલ્હી,તા.૨૫
અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસના અંતિમ પડાવમાં વડાપ્રધાન મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધન કરશે. આ પહેલા ભારતે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન તરફથી કાશ્મીરને લઈને આપવામાં આવેલા નિવેદનનો જવાબ આપ્યો છે. ભારતે શનિવારે સ્પષ્ટ કરી દીધુ છે કે, જમ્મુ-કાશ્મીર અને લદાખ ભારતનો હિસ્સો છે. સાથે જ ભારતે ફરી એકવાર પાકિસ્તાન આતંકવાદને સમર્થન કરી રહ્યું હોવાની વાત કહી છે. ભારતે કહ્યુ કે, આતંકવાદીઓને આશરો આપવો, મદદ કરવી અને સમર્થન કરવું પાકિસ્તાનના ઇતિહાસ અને નીતિઓમાં સામેલ છે. એ વાત પણ પણ ભાર આપવામાં આવ્યો કે પાકિસ્તાન તરફથી ગેરકાયદે કબજો જમાવેલો છે તે વિસ્તાર પણ ભારતનો હિસ્સો છે. ભારતે યૂએનને કહ્યુ કે, જમ્મુ-કાશ્મીર અને લદાખ ભારતના અભિન્ન અને અવિભાજ્ય હિસ્સો હતા છે અને હંમેશા રહેશે. ેંદ્ગય્છમા ભારતના પ્રથમ મહિલા સચિવ સ્નેહા દુબેએ કહ્યુ કે, આજે પણ પાકિસ્તાનના વડાપ્રધાનને આતંકવાદની ઘટનાઓને સાચી સાબિત કરવાનો પ્રયાસ કરતા સાંભળ્યા. આધુનિક દુનિયામાં આતંકવાદનો આવો બચાવ સ્વીકાર્ય નથી. મહાસભામાં પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનનો એક રેકોર્ડ કરેલો સંદેશ સંભળાવવામાં આવ્યો હતો. ઇમરાને પોતાના ભાષણમાં ૧૩ વખત કાશ્મીરનો ઉલ્લેખ કર્યો હતો. સાથે જ હુરિયત નેતા સૈયદ અલી શાહ ગિલાનીના જનાજા અંગે જુઠ્ઠાણું ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમેરિકાના વ્હાઇટ હાઉસમાં શુક્રવારે ભારતીય સમય પ્રમાણે મોડી રાત્રે યોજાયેલી ક્વાડ દેશોની બેઠક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ન્યૂયોર્ક પહોંચી ગયા છે. અહીં તેઓ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ૭૬મા સત્રને સંબંધોન કરશે. ભારતીય સમય પ્રમાણે સાંજે છ વાગ્યે પીએમ મોદી ેંદ્ગય્છને સંબોધન કરશે. પીએમ મોદી બુધવારે અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસે વૉંશિગટન પહોંચ્યા હતા. કોવિડ-૧૯ પ્રકોપ પછી પીએમ મોદીની આ પ્રથમ યાત્રા છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન અને વડાપ્રધાન મોદી વચ્ચે શુક્રવારે પ્રથમ મુલાકાત થઈ હતી. પીએમ મોદી હાલ અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસે છે. શુક્રવારની બેઠક દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડને પોતાના ઇન્ડિયા કનેક્શન’ વિશે જણાવ્યું હતું. તેમણે બાઇડન ’સરનેમ’ વાળા એક વ્યક્તિ વિશે એક ઘટનાને યાદ કરતા જણાવ્યુ કે, ૧૯૭૨માં પ્રથમ વખથ સિનેટર તરીકે ચૂંટાઈ આવ્યો ત્યારે આ વ્યક્તિએ મને પત્ર લખ્યો હતો.

Previous articleગુલાબ ચક્રવાતથી પશ્ચિમ બંગાળમાં વરસાદની આગાહી
Next articleજયપુરમાં વાન ટ્રકમાં ઘૂસી જતાં છ વિદ્યાર્થીઓનાં કરૂણ મોત થયા