પૂ.મોરારિબાપુ દ્વારા શુક્રવારે રાજ્યનાં શ્રેષ્ઠ શિક્ષકોને ચિત્રકુટ એવોર્ડ અપાશે

1128

પ્રતિવર્ષના જાન્યુઆરી માસમાં તલગાજરડા (તા.મહુવા)ખાતે પૂ.મોરારિબાપુ દ્વારા રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોને એનાયત થતા ‘ચિત્રકુટ એવોર્ડ’ની ઘોષણા કરવામાં આવી છે. સને ૨૦૦૦ની સાલ પ્રારંભાયેલ આ પ્રતિષ્ઠિત પારિતોષિક સતત ૨૦માં વર્ષે ગુજરાતના ૧૧ નિષ્ઠાવાન પ્રાથમિક શિક્ષક બહેનો-ભાઈઓને અર્પણ થશે પસંદગીનું કાર્ય સંભાળતા ગુજરાત રાજ્ય પ્રા.શિક્ષક સંઘ ગાંધીનગર દ્વારા તાજેતરમાં આ ૧૧ નામો જાહેર કરાયા છે. જેમા પસંદગી પામેલા અશોકભાઈ કરશનભાઈ પટેલ મોટા પોંઢા પ્રા.શાળા તા.કપરાડા, જિ.વલસાડ, રમેશકુમાર દેવશંકર પંડ્યા, મોટા સોનેલા પ્રા.શાળા તા.લુણાવાડા, જિ.મહિસાગર, નિલેશકુમાર રમણલાલ સોલંગકી, ટીબાપુરા (મહોબેલ) પ્રા.શાળા, તા.નડિયાદ, જિ. ખેડા, સતીષકુમાર પુંજાભાઈ પ્રજાપત, બાકરોલ કે.વ.શાળા ક.કાલોલ જિ.પંચમહાલ, દયાબેન સમજુભાઈ સોજીત્રા, અમરાપુર પ્લોટ પ્રા.શાળા તા.કુકાવાવ, જિ.અમરેલી પ્રતાપસિંહ મોતીસિંહ રાઠોડ, ઝાંખરીયા, પ્રા.શાળા તા.બાયડ, જિ.અરવલ્લી, ડો.ધ્રુવગિરિ અમરગિરિ ગોસ્વામી, દિગ્વિજયનગર, વાંકાનેર પ્રા.શાળા જિ.મોરબી, મનસુખભાઈ ઠાકરશીભાઈ સરવૈયા, ગોવિંદપરા પ્રા.શાળા તા.વિસાવદર, જિ.જુનાગઢ, જગતસિંહ રત્નસિંહ યાદવ, ઝઘડિયા તાલુકા કુમારશાળા, જિ.ભરૂચ, વિજયસિંહ રાઘવભાઈ ગોલેતર, ભંડારિયા, પ્રા.શાળા. તા.ગઢડા, જિ.બોટાદ, અને નિકેતાબેન શશીકાન્ત વ્યાસ, નગર પ્રાથમિક વેજલપુર પબ્લિક સ્કુલ, વેજલપુર, અમદાવાદનો સમાવેશ થાય છે.

આગામી તા.૧૧ને શુક્રવારે સવારે ૯-૩૦ કલાકે તલગાજરડા પ્રા.શાળા (તા.મહુવા જિ.ભાવનગર)ખાતે પૂ.મોરારિબાપુ દ્વારા પ્રત્યેક શિક્ષકને પચ્ચીસ હજાર રૂપીયા સન્માનપત્ર, સાલ સાથે ચિત્રકુટ એવોર્ડ અર્પણ કરાશે.

આ કાર્યક્રમમાં શિવકુંજ આશ્રમ અધેવાડાના સંત પૂ. સીતારામબાપુ ખાસ ઉપસ્થિત રહી પુસ્તક પુષ્પ વડે એવોર્ડી શિક્ષકોને આર્શિવાદ આપશે તેમજ ગુજરાત રાજ્ય પ્રા.શિક્ષક સંઘના દિગ્વીજયસિંહ જાડેજા, સતિષભાઈ પટેલ, ભાભલુભાઈ વરૂ તેમજ હોદ્દેદારોની પ્રેરક ઉપસ્થિત રહશે.

મહુવા તાલુકાના શૈક્ષણિક અધિવેશન સાથેની આ સમારંભમાં ૧૦ જેટલા મહુવા તાલુકાના નિવૃત્ત થતા પ્રાથમિક શિક્ષકોનો વિદાય સન્માન પણ અપાશે. કાર્યક્રમની સફળતા માટે ગજેન્દ્રસિંહ વાળા, ગણપતભાઈ પરમાર, મનુભાઈ શિયાળ, ભરતભાઈ પંડ્યા ભાવનગર જિલ્લા પ્રા.શિક્ષકના પ્રમુખ મધુકર ઓઝા વગેરે માર્ગદર્શન નીચે તૈયારીઓ થઈ રહી છે.

Previous articleનેશનલ હાઈ-વેનો ફોરલેન ઉંચો બનતા કાગવદરને સર્વિસ રોડ આપવા માંગણી
Next articleરંગપર ગામે યુવાનની હત્યા