ધુફ્રણીયા ગામે જટીલ જમીન ફાળવણી મુદ્દે સાંસદે કર્યો હસ્તાક્ષેપ

599

દામનગરના ધ્રુફણીયા ખાતે જિલ્લા સાંસદ નારણભાઈ કાછડિયાએ સમસ્ત ધ્રુફણીયાનો જટિલ જમીન ફાળવણી વિવાદ મુદ્દે સ્થાનિક ગ્રામજનોને જમીન ફાળવણી રદ કરાવી આપવા ખાત્રી આપી છેલ્લા પંદર દિવસથી સમસ્ત ધ્રુફણીયા ગ્રામજનો અમરેલી જિલ્લા મથકથી લઈ ગુજરાત હાઈકોર્ટ સુધી દોડાદોડી કરી રહી છે ત્યારે રેવન્યુ વિભાગે સ્થાનિક ગ્રામજનો પંચાયતને વિશ્વાસમાં લીધા વગર એક વ્યક્તિને કિંમતી ગામને લાગીને આવેલ જમીન ખેતીના હેતુ માટે ફળવતા સમસ્ત ધ્રુફણીયા ગામ એક થયું.

સુરત મુંબઈ સહિત બહાર રહેતા ગ્રામજનો પણ વતન આવી જમીન ફાળવણી રદ કરવા સરકારના વિવિધ વિભાગો પાસે ગુહાર લગાવી રહી છે. તેવા સમયે જિલ્લા સાંસદ નારણભાઈ કાછડિયાએ વિવાદી જમીન ફાળવણી રદ કરાવી આપવાની ખાત્રી આપતા મામલો થાળે પડ્યો ગામની એકતા અને સમસ્ત ગ્રામજનોની નારાજગી જોઈ સરકારી તંત્ર દ્વારા થયેલ જમીન ફાળવણી રદ કરવા સાંસદની હૈયા ધારણા અમરેલી જિલ્લા સાંસદ કાછડીયાએ જાહેર ગ્રામસભામાં લોકોના પ્રશ્નો સાંભળી ધ્રુફણીયા ગામે ખાનગી વ્યક્તિને ફાળવેલ જમીન રદ કરાવવાની ખાત્રી બાદ મામલો શાંત પડ્યો.

Previous articleપાલિતાણા ખાતે ગેસ એજન્સી દ્વારા ડીઝીટલ પેમેન્ટ ડ્રો યોજાયો
Next articleસિવિલના ભોયરામાં દારૂની બોટલોથી ગટરનુ પાણી ભરાયુ