તા.૨૩-૭-ર૦૧૮ થી ૨૯-૭-ર૦૧૮ સુધીનુંસાપ્તાહિક  રાશી ભવિષ્ય

0
1437

મેષ (અ.લ.ઈ)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ સુર્ય રાહુનો ગ્રહણયોગ અને કાળશર્પ યોગનો અશુભયોગ આર્થીક માનસીક અને શારીરિક ત્રણેય રીતે સાચવવાનુ સૂચવે છે. જન્મના ગ્રહો અને ગુરૂપૂર્ણિમાએ ગુરૂના આર્શિવાદ મેળવવાથી જ કાર્ય સફળતાના યોગ મળી શકે છે. મિલ્કત અને વિલવારસાના કાર્યોમાં સહી સિક્કાની બાબતોમાં ધ્યાન રાખવુ પત્ની ભાગીદારો અને વડીલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો વડીલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથિ ચિંતા મળી શકે છે કોર્ટ કચેરી અને મોસાળપક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે આપના માટે બુધવારના વ્રત અને નિત્ય સૂર્યને અર્ઘ્ય આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થીઓ માટે પ્રતિકુળ સમય મળી શકે છે.

વૃષભ (બ.વ.ઉ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનિગ્રહની પનોતી અને ગુરૂગ્રહની નિર્બળતા નિરાશા અને નિષ્ફળતા આપી શકે છે. તેમ છતા આત્મવિશ્વાસ અને કાર્યક્ષમતા માટે વૃધ્ધિ કરશો તો કપરા કાર્યોને પણ સરળ બનાવી શકશો નવા પરિચયો લાભદાયી રહેશે મિલ્કતો અને વિલવારસાના કાર્યોનું નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી લાભ રહેશે કોર્ટ કચેરી અને મોસાળપક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે શનીવારના વ્રત અને નિત્ય હનુમાન ચાલીસાના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.

મિથુન (ક.છ.ઘ)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ ધન સ્થાનમાં સૂર્ય રાહુનો ગ્રહણયોગ અને મંગળ કેતુનો બંધનયોગ વાણીવર્તન અને વ્યવહારમા નમ્રતા કેળવવાનૂ સૂચવે છે. જીદ્દી સ્વભાવ પણ નુકશાની આપી શકે છે. તેથી દરેક વ્યક્તિ પર વિશ્વાસ કેળવવો જરૂરી છે. મિલ્કત અને વિલવારસાના કાર્યોમાં અડચણ મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડીલોની સલાહ લાભદાયી રહેશે વડીલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવન જળવાઈ રહેશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી અશુભ સમાચાર મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે બુધવારના વ્રત અને ગણપતીનૂ પૂજન કરવાથી લાભ રહેશે બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

કર્ક (ડ.હ.)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્ર ઉપર સૂર્ય રાહુનો ગ્રહણયોગ અશુભ આપે છે. ન સમજાય ન સહેવાય તેવી પરિસ્થિતીનું નિર્મામ કરી શકે છે. તેથી માનસીક એકાગ્રતા કેળવવાથી જ સફળતા મળી શકે છે. વાસ્તવિક બનવાથી પણ લાભ રહેશેે. મિલ્કત અને વારસાઈ કાર્યોમા મહત્વના નિર્ણયો જાતે જ કરવા પત્ની ભાગીદારો અને વડીલોનો સહકોર મળશે માતાનુ આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવન જળવાઈ રહેશે કોર્ટ કચેરી મોસાળપક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે સોમવારના વ્રત અને ગુરૂગ્રહના જાપ કરવાથી લાભ રહેશે બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.

સિંહ (મ.ટ)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ગ્રહો અને ગુરૂજીના આર્શિવાદ હશે તો જ આ સમય અને ગ્રહોની ચાલ સમજી શકશો માત્ર જે પરિસ્થીતી છે તે સાચવવા મા જ પ્રગતિ સમાયેલી છે તે યાદ રાખશો અપેક્ષા અને આત્મવિશ્વાસ ઉપર નિયંત્રણ જરૂરી છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં સહિ સિક્કાની બાબતોમાં ધ્યાન રાખવુ પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો આપનુ આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થઇતી અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને મુસાફરીમા ધ્યાન રાખવુ આપના માટે બુધવારના વ્રત અને નિત્ય સૂર્યનો અર્ઘ્ય આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે કપરો સમય મળી શકે છે.

કન્યા (પ.ઠ.ણ)

મિત્રો આપા માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શુભ અશુભ દરેક ગ્રહોના આર્શિવાદ સૂર્ય રાહુના ગ્રહયોગમા પણ મળે છે માત્ર શનિગ્રહની પનોતી લોઢાના પાયે છે તે યાદ રાખજો દરેક મહત્વના નિર્ણયો જાતે લેવાથી જ કાર્ય સફળતા મળી શકે છે. પરાવલંબી ન બનવુ જરૂરી મિલ્કત અને વિલવારસાના કાર્યોનુ નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડીલોના સહકાર મળશે સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી લાભ રહેશે કોર્ટ કચેરી અને મોસાળપક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ મળશે આપના માટે ધાર્મિક કાર્યોથી આનંદ મળશે આપના માટે શનિવારના વ્રત અને નિત્ય શની ચાલીસાના પાઠ કરવાથી લાભ રહેશે બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.

તુલા (ર.ત.)

મિત્રો આરપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્રથી મંગળ કેતુનો બંધનયોગ અને કર્મસ્થાનમા સૂર્ય રાહુનો ગ્રહણયોગ વધુ મહેનતે થોડી સફળતા મલવાના યોગ છે. વર્તમાન સમયમાં જીવવાથી જ કાર્ય સફળતા મળી શકે છે. તેથી ભૂતકાળનો અંત કરવો જરૂરી બનશે. મિલ્કત અને વારસાઈ કાર્યમાં ઉતાવળા સાહસ ન કરવા પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોષો માતાનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવન જળવાઈ રહેશે કોર્ટ કચેરી અને મોસાળપક્ષથી અસુભ સમાચાર મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી અરૂચી રહેશે. આપના માટે ગુરૂવારના વ્રત અને ગણપતીનુ પૂજન કરવાથી લાભ રહેશે બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળયદાયી સમય રહેશે.

વૃશ્ચિક (ન.ય)

મિત્રો આપા માટે ગોચર ગ્રહોનું ભ્રમણ ગુરૂ ગ્રહનો બંધનયોગ અને ભાગ્યસ્થાનમાં સૂર્યનો ગ્રહણયોગ નસીબનો સહકાર નહી મળવા દે તેથી વદુ મહેનતે થોડી સફળતા મળવાના યોગ છે તેમ છતાં મંગળગ્રહની પ્રબળતા નિર્બળતા અને પ્રબળતાનુ સ્વરૂપ આપી શકે છે. મિલકત અને વિલવારસાના કાર્યોનુ નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવન જળવાઈ રહેશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે શનિવારના વ્રત અને ગુરૂગ્રહના જાપ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતીકારક સમય રહેશે.

ધન (ભ.ફ.ધ.ઢ)

મીત્રો આપના માટે ગોચરગ્રહોનું ભ્રમણ શનીગ્રહની પનોતીનો કપરો સમય અને સૂર્ય રાહુનો અશુભ ગ્રહણયોગ વાણીવર્તન અને વ્યવહારમા પરિવર્તન લાવવાનું સુચવે છે દરેક સમયે હુ જ સાચો હોઉ તેવી માન્યતા નિષ્ફળતા અને નિરાશા આપી શકે છે વિશ્વાસ કેળવવો જરૂરી છે મિલ્કત અને વિલવારસાના કાર્યોમાં અન્યની સલાહ લાભદાયી રહેશે પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળપક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય સૂર્યને અર્ઘ્ય આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

મકર (ખ.જ.)

મિત્રો આપના માટે ગોચરગ્રહોનું ભ્રમણ શનીગ્રહની પનોતીનો પ્રથમ તબક્કો અને જન્મના ચંદ્ર ઉપર સૂર્ય રાહુની દ્રષ્ટિ મતીભ્રમ કરવાનું કાર્ય કરે છે. તેથી વિચારોમાં સ્થિરતા અને મહત્વના કાર્યો સ્વહસ્તે જ પૂર્ણ કરવા જરૂરી છે અન્યના વિશ્વાસે નુકશાની મળી શકે છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં ઉતાવળા સાહસ  ન કરવા પત્ની અને બાગીદારો વડીલો સાથે વિવાદો ન સર્જાય તે જોષો પત્નીનું આરોગ્ય ચિંતા માંગી લેશે આર્થિક અને જાહેર જીવન જળવાઈ રહેશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે આપના માટે શનિવારના વ્રત અને સુંદરકાંડના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.

કુંભ (ગ.શ.સ.)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્રથી વ્યયસ્થાનમા મંગળ કેતુ અને રોગ શત્રુ સ્થાનમાં સ્થાનમાં સુર્યરાહુનો ગ્રહણયોગ જુની બીમારી થવા જુના શત્રુઓ દ્વારા હાની મળી શકે છે. તેથી વધુ પડતો આત્મવિશ્વાસ ન ધારેલી નુકશાની આપી શકે છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં અડચણો મળી શકે છે., પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે ભાઈ બહેનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી લાભ રહેશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

મીન (દ.ચ.ઝ.થ.)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ સુર્ય રાહુનો અશુભ ગ્રહણયોગ અને ગુરૂવારની નિર્બળતાના કપરા સમયમા પણ કર્મસ્થાન અને લાભસ્થાનની પ્રબળતા કપરા કાર્યોને પણ સરળ બનાવી શકશે નવા કાર્યોનું આયોજન સરળ બનશે આળસવૃત્તીનો ત્યાગ જરૂરી છે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશં સંતાનોનુ આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી લાભ રહેશે કોર્ટ કચેરી અને મોસાળપક્ષથી શુભ સમાચાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે આપના માટે ગુરૂવારના વ્રત અને ગુરૂપૂર્ણિમાએ ગુરૂજીના આર્શીવાદ મેળવવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતીકારક સમય રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here