GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

4663

(૧૩૫) કડાણા અને વણકબોરી બંધ કઈ નદી પર બંધવામાં આવ્યો છે ?
– મહી
(૧૩૬) બૌદ્ધ લોકો રહેતા હોય તેવું દેવની મોરિ સ્થળ ક્યાં જિલ્લામાં આવેલું છે ?
– અરવલ્લી
(૧૩૭) સૈધવ વંશની રાજધાની “ઘૂમલી” ક્યાં જિલ્લામાં આવેલું છે ?
– દેવભૂમિ દ્વારકા
(૧૩૮) ગુજરાતની પુસ્તકોની નગરી તરીકે ક્યુ સ્થળ ઓળખાય છે ?
– નવસારી
(૧૩૯) ગુજરાતનો સૌથી મોટો પુલ ક્યો છે ?
– ગોલ્ડન બ્રિજ (નર્મદા નદી પર જી.ભરૂચ)
(૧૪૦) ઔરંગઝેબનો જન્મ દાહોદના ક્યાં કિલ્લામાં થયો હતો ?
– ગડીના કિલ્લામાં
(૧૪૧) સૌરાષ્ટ્ર નું પેરિસ તરીકે ક્યુ શહેર ઓળખાય છે ?
– જામનગર
(૧૪૨) કચ્છના પેરિસ તરીકે ક્યુ સ્થળ જાણીતું છે?
– મુંદ્રા
(૧૪૩) ગુજરાતની સૌથી મોટી લાઈબ્રેરી કઈ છે?
– સેન્ટ્રલ લાઈબ્રેરી (વડોદરા)
(૧૪૪) ભારતના પ્રથમ ગુજરાતી વડા પ્રધાન “મોરારજી દેસાઇ” ગુજરાતનાં ક્યાં શહેરના નાયબ કલેક્ટર હતાં ?
– ગોધરા
(૧૪૫) સોનાની મુર્તિ તરીકે ક્યુ શહેર જાણીતું છે?
– સુરત
(૧૪૬) ગુજરાતનું સૌથી મોટું મત્સ્ય ઉદ્યોગ કેન્દ્ર ક્યુ છે ?
– વેરાવળ
(૧૪૭) સુગંધોનું શહેર અને નવાબીનગર તરીકે ક્યાં શહેરને ઓળખવામાં આવે છે ?
– પાલનપુર
(૧૪૮) અમદાવાદની સ્થાપના ક્યાં સ્થળે કરવામાં આવી હતી ?
– માણેક બુરજ
(૧૪૯) છોટા ઉદયપુર જીલ્લામાં ફ્‌લોસ્ફાર શુદ્ધિકરણનું કારખાનું ક્યાં સ્થળે આવેલું છે ?
– કડીપાણી
(૧૫૦) પ્રતિ વર્ષ ગ્રામીણ ઓલમ્પિકનું આયોજન ક્યાં થાય છે ?
– દાહોદ
(૧૫૧) ગુજરાતમાં જુગતરામ દવેનો આશ્રમ ક્યાં આવેલો છે ?
– વેડછી
(૧૫૨) જામનગર જીલ્લામાં જહાજ ભાંગવાનો ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે ?
– સચાણા
(૧૫૩) ગુજરાતની સંસ્કૃતિ નગરી તરીકે કોને બહુમાન મળ્યું છે ?
– વડોદરા
(૧૫૪) સૂર્યપુત્રી તરીકે ઓળખાતી નદી કે જેનો દર વર્ષે જન્મ દિવસ ઉજવવામાં આવે છે તે નદી કઈ ?
– તાપી
(૧૫૫) ભારતભરમાં ડીઝલ એન્જિન બનાવવા માટે ક્યુ સ્થળ જાણીતું છે ?
– રાજકોટ
(૧૫૬) ગુજરાતનું સૌથી જૂનું હયાત નગર ક્યુ છે?
– વડનગર
(૧૫૭) મકાઇનું સૌથી વધુ ઉત્પાદન કરતો જિલ્લો ક્યો છે ?
– દાહોદ
(૧૫૮) માતૃશ્રાદ્ધ માટે જાણીતું બિંદુ સરોવર ક્યાં આશ્રમ પાસે આવેલું છે ?
-કપિલ આશ્રમ
(૧૫૯) સાપુતારા કઈ પર્વતીય શ્રેણીમાં આવેલું છે ?
– સહ્યાદ્રિ
(૧૬૦) રેલ્વે સુરક્ષા દળ (ઇઁહ્લ) નું તાલીમ કેન્દ્ર ક્યાં આવેલું છે ?
– વલસાડ
(૧૬૧) “શહેર-એ-મુકરરેમ” તરીકે ક્યુ શહેર ઓળખાય છે ?
– ચાંપાનેર
(૧૬૨) દિલબહાર નગરી તેમજ ડાયમંડ સિટી એટલે ક્યુ શહેર ?
– સુરત
(૧૬૩) ગુજરાતમાં સૌપ્રથમ ય્ૈંડ્ઢઝ્ર ક્યાં કાર્યરત થઈ હતી ?
– ભક્તિનગર (રાજકોટ)
(૧૬૪) દેવોના મોસાળ તરીકે જાણીતું શહેર ક્યુ છે?
– સિદ્ધપુર
(૧૬૫) સાધુઓનું પિયર તરીકે ક્યુ સ્થળ જાણીતું છે ?
– જુનાગઢ

Previous articleબોટાદ ખાતે ખીજાવાડી વિસ્તારમાં બેભાઈઓ પર હુમલો : ૧નું મોત
Next articleતા.૨૩-૭-ર૦૧૮ થી ૨૯-૭-ર૦૧૮ સુધીનુંસાપ્તાહિક  રાશી ભવિષ્ય