તા.૧૪-૧૧-ર૦૧૮ થી ૨૦-૦૧-ર૦૧૯ સુધીનુંસાપ્તાહિક રાશી ભવિષ્ય

2451

મેષ (અ.લ.ઈ)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ મકર સંક્રાંતિનો શુભ દિવસ બંધનયોગના કપરા સમયમાં પણ સુર્ય ગ્રહનું કર્મસ્થાનમાં એક માસ માટેનું ભ્રમણ કાર્ય્‌ સફળતાના યોગ આપી શકે છે. માત્ર આપની અપેક્ષા પ્રમાણેની સફળતા મેળવવા માટે નિરપેક્ષ ભાવનાથી કાર્યો કરવા જરૂરી બનશે. મિલ્કત અને વિલવારસના કાર્યોમાં અડચણો મળી શકે છે. મિલ્કત અને વિવારસના કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. વડિલોની તબીયત માટે સમય શુભ નથી. આર્થિક અને જાહેર જીવન જળવાઈ રહેશે. કાયદાકીય બાબતો અને મોસાળ પક્ષથી ચિંતા મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે બુધવારના વ્રત અને ગણપતિનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.
વૃષભ (બ.વ.ઉ)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ મકર સંક્રાતિનો શુભ દિવસ સુર્યગ્રહના બંધનયોગથી મુક્તિ આપે છે. તેથી કાર્ય્‌ સફળતાના યોગ મળશે. નવા કાર્યોનું આયોજન હવે સફળ થશે . વિદેશથી શુભ સમાચાર મળશે. માત્ર શનિગ્રહની પનોતી શરૂ છે. તેથી મહત્વના નિર્ણયોમાં ધીરજ ધરવી જરૂરી છે. મિલ્કત અને વિલવારસના કાર્ય લાભ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોની સલાહ લાભદાયી રહેશે. આપનુ આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનમાં પ્રગતિ મળશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી લાભ રહેશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે શનિવારના વ્રતઅને નિત્ય હનુમાન ચાલીશાના પાઠક કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકળ સમય રહેશે.
મિથુન (ક.છ.ઘ)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ મકર સંક્રાતિનુ શભુ દિવસથી એક માસ માટે સુર્યગ્રહનો અશુભ બંધનયોગ મળી રહ્યો છે. તેથી વધુ પડતો આત્મ વિશ્વાસ અને અપેક્ષા નિરાશા અને નિષ્ફળતા આપી શકે છે. વાણીવર્તન અને વ્યવહારમાં નમ્રતા કેળવવાથી કાર્યસફળતા મળી શકે છે. વાણીવર્તન અને વ્યવહારમાં નમ્રતા કેળવવાથી કાર્ય સફળતા મળી શકે છે. મિલ્કત અને વિલવારસના કાર્ય્માં સહિ સક્કાની બાબતોમાં ધ્યાન રાખવું. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક રીતે શુભ સમય છે. જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે બુધવારના વ્રત અને નિત્ય સુર્યને અર્ધ આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.
કર્ક (ડ.હ.)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ મકરસંક્રાતિની શુભ દિવસથી સુર્યગ્રહનું ભ્રમણ જન્મના ચંદ્ર સાથે પ્રતિપુતી કરશે. અને રાહુ ગ્રહ અપની ન રાશીમાં છે. તેથી અશુભ ગ્રહણ યોગ એક માસ માટે મળી રહ્યો છે. જે ન સમજાય ન સહેવાય તેવી પરિસ્થિતિનું નિર્માણ કરી છે. તેથી ધીરજ ધીરવી જરૂરી છે. મિલ્કત અને વારસાઈ કાર્યમાં અન્યની સલાહથી લાભ રહેશે, પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો. પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થીક પરિસ્થિતી અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી અરૂચી રહેશે. આપના માટે સોમવારના વ્રત અને સુર્ય ચંદ્રનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.
સિંહ (મ.ટ)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ મકરસંક્રાતિના શુભ દિવસી રાશી પત્ની સુર્ય ગ્રહ એક માસ માટે કેતુગ્રહ સાથે રહીને સ્થાન બળ પામે છે. તેથી અશુભ સમયમાં પણ કાર્ય સફળતાના યોગ મળી છે. કપરા કાર્ય્‌ પણ સરળ બનાવી શકેશો. કાલ્પની ભયનો ત્યાગ કરવો જરૂરી છે. મિલ્કત અને વિલવારસના કાર્યોમાં મહત્વના નિર્ણયો જાતે લેવા જરૂરી છે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. ભાઈ -બહેનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી ચિંતા મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મ્ક કાર્ય્માં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે બુધવારના વ્રત અને વિષ્ણુ સહસ્ત્ર નામાવલી કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.
કન્યા (પ.ઠ.ણ)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનો વરતારો ઉત્તરાયણનો શુભ દિવસ આનંદ ઉલ્લાસમાં ઉજવી શકવાનું સુચવો છે. સુર્યગ્રહના બંધનયોગથી મુક્તિ મળે છે. અને જન્મના ચંદ્ર ઉપર મંગળગ્રહના બંધનયોગથી મુક્તિ મળે છે. આજે જન્મના ચંદ્ર ઉપરમંગળગ્રહની દ્રષ્ટિથી શુભ લક્ષ્મીયોગ મળી શકે છે. માત્ર શનિગ્રહની પનોતી છે. તેથી ધીરજ ધરવાથી લાભ રહેશે. મિલ્કત અને વિલવારસના કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થીક પરિસ્થિતિ અને જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય શનીચાલીશાના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.
તુલા (ર.ત.)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનો વરતારો મકરાંક્રાતિના શુભ દિવસથી એક માસ માટે સુખ સ્થાનમાં ભ્રમણ કરશે જે બંધનયોગ આપે છે. તેથી વધુ પડતો આત્મવિશ્વાસ નુકશાની આપી શકે છે. સંતોષી નર સદા સુખીએ વાકય યાદ રાખશો તો જ સફળતા મળી શકે છે. મિલ્કત અને વાસરઈ કાર્યોમાં સિક્કાની બાબતોનમાં ધ્યાન રાખવું. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો, માતાનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક રીતે શુભ સમય મળશે. જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી લાભ રહેશે. આપના માટે શુક્રવારના વ્રત અને નિત્ય સુર્યને અર્ધ આપવાથી લાભ રહેશે.
વૃશ્ચિક (ન.ય)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ મકર સંક્રાતિના શુભ દિવસથી સુર્યગ્રહનું ભ્રમણ એક માસ માટે પરાક્રમ સ્થાનમાં સ્થાન બળ પામશે. તેથી સ્વહસ્તે કરેલા કાર્ય્‌ અને નિર્ણયો કાર્યસફળતાના યોગ આપશે. આત્મવિશ્વાસમા વૃધ્ધી થશે. નવા કાર્યોનું આયોજન પણ સફળ થશે. મિલ્કત અને વારસાઈ કાર્ય્નું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોન્નો સહકાર મળશે. પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનમાં પ્રગતિ થશે. કોર્ટક ચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે શનિવારના વ્રત અને કુળદેવીનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતિકારક સમય રહેશે.
ધન (ભ.ફ.ધ.ઢ)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનો વરતારો મકરસંક્રાતિના શુભ દિવસથી ધન સ્થાનમાં એક માસ માટે સુર્યગ્રહનું ભ્રમણ મૌન રહેવાથી કાર્ય સફળતાના યોગ આપી શકે છે. શનિગ્રહની પનોતી અને બંધનયોગના અશુભ સમયમાં પણ વાણી ઉપર નિયંત્રણ રાખશો તો સફળતા મળી શકે છે. મિલ્કત અને વિલવારસના કાર્ય્માં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થીક રીતે ચિંતા મળી શકે છે. જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી ચિંતા મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે શનિવારના વ્રત અને શિવઉપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે કપરો સમય મળી શકે છે.
મકર (ખ.જ.)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ મકરસંક્રાતિનો શુભ દિવસ જન્મના ચંદ્ર ઉપર સુર્યગ્રહન અને સાતમા સ્થાનમાં રાહુગ્રહનું ભ્રમણ અશુભ ગ્રહણયોગનું નિર્માણ કરે છે. સાથે શનિગ્રહની પનોતીનો કપરો સમય આવશે અને ઉશકેરાટથી દુર રહેવાથી સફળતા સુચવે છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં અન્યની સલાહ લાભદાયટી રહેશે. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે શનિવારના વ્રત અને સુંદરકાંડના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.
કુંભ (ગ.શ.સ.)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનો વરતારો મકરસંક્રાતિના શુભ દિવસથી એક માસ માટે સુર્યગ્રહનો બંધનયોગ મળી રહ્યો છે. તેથી કાલ્પનીક ભય અને વધુ પડતો આત્મ વિશ્વાસ નરાશા અને નિષ્ફળતા આપી શકે છે. સરળ કાર્યોમાં પણ નિષ્ફળતા મળી શકે છે. માટે એક માસ ધરીજ ધરવી જરૂરી છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો. વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થીક વ્યય મળી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય સુર્યન અર્ધ આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.
મીન (દ.ચ.ઝ.થ.)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ મકર સંક્રાતિનો શુભ દિવસ આપના માટે શુભ બની રહેશે. એક માસ માટે લાભ સ્થાનમાં સુર્યગ્રહનું ભ્રમણ કોઈપણ કપરા કાર્યોને સરળ બનાવીને કાર્ય સફળતાના યોગ આપી શકે છે. અચાનક કાર્ય સફળતાના યોગ મળી શકે છે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલનો સહકાર મળશે. વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી પ્રતિષ્ઠામાં વૃધ્ધી થશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે ગુરૂવારના વ્રત અને ગુરૂગ્રહના જાપ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતિકારક સમય રહેશે.