દુનિયાનું First 5G મૉડમ

0
367

દક્ષિણ કોરિયાઇ ઇલેક્ટ્રોનિક્સ કંપની સેમસંગે દુનિયાનાં ફર્સ્ટ 5G મૉડમને લોન્ચ કરી દીધેલ છે. કંપનીએ એમ કહ્યું કે એગ્સિનોસ 5100 મૉડમ (Exynos Modem) બિલકુલ લેટેસ્ટ 5G રેડિયો ટેક્નીક પર કામ કરે છે. આ મૉડમ 2Gbpsની મેક્સિમમ ડાઉનલિંક સ્પીડ આપવાની ક્ષમતા રાખે છે અને વર્તમાન ટેક્નિકથી 5 ઘણી ઝડપથી ડેટા ટ્રાન્સફર કરી શકે છે.

દરેક નેટવર્ક્સને કરશે સપોર્ટઃ
રિપોર્ટનાં જણાવ્યા અનુસાર આ મૉડમ 2G GSM/CDMA, 3G WCDMA અને 4G LTE નેટવર્કને પણ સપોર્ટ કરશે. સેમસંગે જણાવ્યું કે, કંપની ફાસ્ટ અને સ્ટેબલ ડેટા કમ્યુનિકેશન આપવા ઇચ્છે છે અને જો આપ આ મૉડમથી 4G નેટવર્કનો પણ ઉપયોગ કરશે ત્યારે પણ આપને 1.6Gbpsની ડાઉનલીંક સ્પીડ મળશે.

સરળતાથી કરી શકાશે હાઇ કેપેસિટી ડેટા ટ્રાન્સમિટઃ 
5G નેટવર્કને સપોર્ટ કરવાવાળા એગ્સિનોસ 5100 મૉડમથી હાઇ કેપેસિટી ડેટાને ઓછા સમયમાં ટ્રાન્સમિટ કરી શકાશે.સેમસંગ પોતાનાં સ્માર્ટફોનનાં એક્સિપિરિયન્સને હજી વધુ સારો બનાવવા ઇચ્છે છે. જેથી આને હવે લાવવામાં આવેલ છે.

યૂઝર્સને મળશે આવા ફાયદાઓઃ
આ મૉડમ હાઇ રેસોલુશનનાં વીડિઓ, રિઅલ ટાઇમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ અને ઓટોનોમસ ડ્રાઇવિંગને પણ સપોર્ટ કરે છે. સેમસંગનું કહેવું એમ છે કે તે ગ્લોબલ મોબાઇલ કેરિયર્સ સાથે કામ કરી રહેલ છે જેથી ટૂંક સમયમાં જ જલ્દી જલ્દી 5G મોબાઇલ કમ્યૂનિકેશનને માર્કેટમાં લાવવામાં આવી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here