પાકિસ્તાનના PM ઈમરાન ખાન એક્શનમાં

1104

ઈમરાન ખાને મની લોન્ડરિંગની સમસ્યાને પહોંચી વળવા માટે બ્રિટન પાસે સહયોગ માંગ્યો છે. ખાને બ્રિટનના વડાપ્રધાન થેરેસા મે સાથે વાતચીતમાં તેમની પાસે આ સમસ્યાને પહોંચી વળવા માટે સહયોગ માંગ્યો. પાકિસ્તાની મીડિયાના રિપોર્ટ્સમાં આ જાણકારી અપાઈ છે. એક દિવસ પહેલા ખાને કહ્યું હતું કે તેઓ દેશને ‘લૂંટનારા’ વિરુદ્ધ કડક કાર્યવાહી કરશે. ઈમરાન ખાને આજે જ પાકિસ્તાનના 22માં વડાપ્રધાન તરીકે શપથ લીધા.

હકીકતમાં શુક્રવારે પાકિસ્તાની સંસદમાં પોતાના પહેલા સંબોધનમાં ઈમરાને પાકિસ્તાનને લૂંટનારાઓ સામે કાર્યવાહી કરવાનો ઈરાદો જાહેર કર્યો હતો. તેમણે કહ્યું કે હું આજે મારા વતનને વચન આપું છું કે જેના માટે મુલ્ક લાંબા સમયથી કોશિશ કરી રહ્યો છે તે ફેરફાર લાવીશું. ઈમરાને કહ્યું કે અમારે આ દેશમાં સખત જવાબદારી કાયમ કરવાની છે. હું વચન આપું છુ કે હું પાકિસ્તાનને લૂંટનારાઓ સામે કાર્યવાહી કરીશ. જે કાળા નાણાને સફેદ કરવામાં આવ્યું, તે હું પાછું લાવીશ. જે પૈસા શિક્ષા, સ્વાસ્થ્ય અને પાણી પર ખર્ચ થવા જોઈતા હતાં તે લોકોના ખિસ્સામાં જતા રહ્યાં.

Previous articleદુનિયાનું First 5G મૉડમ
Next articleશપથગ્રહણમાં POKના રાષ્ટ્રપતિ સાથે બેઠા સિદ્ધુ