ગાંધીનગર જિલ્લામાં ભાટ, જેઠલજ અને ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સેવાસેતું કાર્યક્રમ યોજાયા

2014

ગાંધીનગર જિલ્લાના ભાટ ખાતે યોજાયેલ ચોથા તબક્કાના સેવાસેતું કાર્યક્રમનો દીપ પ્રગટાવી પ્રારંભ કર્યા બાદ રાજય આયોજન પંચના ઉપાધ્યક્ષ નરહરિ અમીને જણાવ્યું હતું કે,  ગ્રામીણ પ્રજાને ઘર આંગણે સેવાસેતુંના માધ્યમથી એક કરોડથી વધુ અરજદારોની અરજીનો નિકાલ કરવામાં આવ્યો છે. ગાંધીનગર તાલુકામાં ત્રણ તબક્કાના સેવાસેતું કાર્યક્રમ દ્વારા ૮૦ હજાર લોકોને લાભ આપવામાં આવ્યો છે. ગાંધીનગર જિલ્લાએ સેવાસેતું કાર્યક્રમમાં રાજયમાં બીજા નંબરનું સ્થાન હાંસલ કરવા બદલ જિલ્લા કલેકટર એસ. કે. લાંગા સહિત તમામ વિભાગના અધિકારીઓને અભિનંદન આપી જણાવ્યું હતું કે,  મુખ્ય  મંત્રી વિજયભાઇ રૂપાણીએ ગ્રામીણ પ્રજાના વિવિધ પ્રમાણપત્રો ઘેરબેઠાં મળી રહે તે માટે પારદર્શિતા દ્વારા ઝડપી પ્રશ્નોના નિકાલની ઝુંબેશ હાથ ધરી છે.

જિલ્લા કલેકટર એસ. કે. લાંગાએ જણાવ્યું હતું કે, સેવાસેતું કાર્યક્રમ સામાન્ય જનતા માટે જનયજ્ઞ છે.  સરકારના ૧૩ વિભાગોની ૫૫ જેટલી સેવાઓ માટે ૧૫ અધિકારીઓનો સ્ટાફ સાથે આયોજિત સેવાસેતું કાર્યક્રમનું આયોજન કર્યું છે ગાંધીનગર જિલ્લાના તમામ ગામોના વ્યક્તિઓ મા અમૃતમ યોજના,  આધારકાર્ડ તથા આવક અને જાતિના પ્રમાણપત્રો તથા આરોગ્યલક્ષી સેવાઓનો ઘર આંગણે લાભ આપવા જિલ્લા વહીવટી તંત્ર તત્પર છે.  મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને રેશનકાર્ડ,  સોઇલ હેલ્થકાર્ડ,  નરેગા જોબકાર્ડ,  સહિત વિવિધ પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતાં.  ગાંધીનગર પ્રાંત અધિકારી ઋતુરાજ દેસાઇએ સ્વાગત પ્રવચન કર્યું હતું.  ભાટ ખાતે યોજાયેલ સેવાસેતું કાર્યક્રમમાં અમીયાપુર,  સુધડ-નભોઇ, ભાટ, અંબાપુર, કોબા અને કોટેશ્વર ગામના ૨૩૬૮ લાભાર્થીઓને વિવિધ લાભો આપી સ્થળ પર પ્રશ્નોનો નિકાલ કર્યો હતો.

આ પ્રસંગે ધારાસભ્ય શંભુજી ઠાકોર, ગાંધીનગર મામલતદાર કેશરભાઇ એ.  પટેલ, ગાંધીનગર તાલુકા પંચાયતના પ્રમુખ શોભનાબેન વાધેલા સહિત વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

કલોલ તાલુકાના જેઠલજ ગામે યોજાયેલ સેવાસેતું કાર્યક્રમમાં ૭/૧૨ના ઉતારા સાથે કુલ- ૮,૩૯૬ લાભાર્થીઓએ લાભ લીધો હતો. અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે.  જયારે ગાંધીનગર મહાનગર પાલિકા દ્રારા સેકટર-૨૮ ખાતે યોજાયેલ સેવાસેતું કાર્યક્રમમાં ૧૧૮૧ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે. તમામ અરજીઓનો હકરાત્મક નિકાલ કરવામાં આવ્યો છે.

Previous articleપ્રકાશપુંજ દાદીજીની આજે ૧૧મી પુણ્યતિથિએ લાખો બ્રહ્માવત્સો શ્રધ્ધા સુમન અર્પણ કરશે
Next articleકુપોષણને નાથવા  પોષણ અભિયાન જન અભિયાન બનવું જોઇએ : ડૉ. જે.એન.સિંઘ