ગાંધીનગરમાં નવરાત્રીની રંગત જામી

1091

આસો માસમાં આવતી નવરાત્રિની હવે ધીમેધીમે રંગત જામતી જાય છે ત્યારે ગાંધીનગરમાં પણ બીજા નોરતાથી જ નવરાત્રિનો અસલી રંગ હવે ધીમેધીમે જામી રહ્યો છે. બીજી તરફ શહેરના વિવિધ પાર્ટી પ્લોટ અને શેરી ગરબામાં પણ યુવાધન હિલોળે ચડી ગરબાની રમઝટ જમાવી રહ્યું છે.

પાટનગરમાં ગાંધીનગર કલ્ચરલ ફોરમ ખાતે નવરાત્રીના બીજા નોરતે ગુજરાતના યુવા ગાયક પ્રહર વોરા અને સંપદા વોરા એ ધૂમ મચાવી હતી શાસ્ત્રીય રાગ પર આધારિત પરંપરાગત ગરબા ખેલૈયા અને હજ્જારો પ્રેક્ષકો એ મન ભરીને માણ્યા હતા. આ ઉપરાંત જિલ્લામાં વિવિધ નાના શહેરોમાં પણ હવે નવરાત્રિ ધીમેધીમે જામી રહી છે.

ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રીમાં આજે ત્રીજા નોરતે ગાંધીનગરના   ધારાસભ્યો ડૉ. સી.જે.ચાવડા અને શંભુજી ઠાકોરે ઉપસ્થિત રહીને માતાજીની આરતી ઉતારી હતી. ગાંધીનગરના કોર્પોરેટર  જીતુભાઈ રાયકા અને ગાંધીનગર ની સ્વૈચ્છિક, સામાજિક, સાંસ્કૃતિક અને સાહિત્યિક સંસ્થાઓના સુત્રધારો પણ ઉપસ્થિત રહ્યા હતા.

ગાંધીનગર કલ્ચરલ ફોરમના આંગણામાં નિર્મિત ૭૧ ફૂટ ઊંચા ગબ્બરના સાનિધ્યમાં ખેલૈયાઓ મન મુકીને ગરબે રમી રહ્યા છે.  એક એકથી ચડિયાતા ભાતીગળ વસ્ત્રોમાં શોભતા ખેલૈયાઓ અજબ ગજબની ઊર્જાથી ગરબા રમી રહ્યા છે.

Previous articleગુજરાતે આપ્યું મહારાષ્ટ્રના સીએમને સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું આમંત્રણ
Next articleઅલ્પેશ ઠાકોર વિરુદ્ધ વારાણસી કોર્ટમાં ફરિયાદ દાખલ, ૨૨ ઓક્ટોબરે સુનાવણી