કચ્છમાં સ્વાઇન ફ્લૂએ માજા મૂકી, ૧૦ના મોત ૧૪૩ કેસ પોઝિટિવ

806

કચ્છ જીલ્લામાં સ્વાઇન ફ્લુ બેકાબુ બની ગયો છે. જિલ્લામાં સ્વાઈન ફ્લુના ૧૪૩ પોઝિટિવ કેસ નોધાયા છે. જયારે ૧૦ લોકોના સ્વાઈન ફ્લુના કારણે મોત થયા છે. સ્વાઈન અટકાવવામાં જિલ્લા આરોગ્ય વિભાગ નિષ્ફળ સાબિત થઇ રહ્યું છે.

કચ્છ જીલ્લામાં સ્વાઈન ફ્લુ સતત પોજીટીવ કેસ સામે આવી રહ્યા છે. ગઈકાલે વધુ પાંચ સ્વાઈન ફ્લુના પોઝિટિવ કેસ નોધાયા છે. ચાલુ વર્ષે કચ્છ જીલ્લામાં ૧૪૩ પોજીટીવ કેસ નોધાયા છે. જિલ્લામાં બેકાબુ બનેલા સ્વાઇનફ્લુને ડામવા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તમામ તાલુકામાં જાગૃતિ સેમીનાર યોજવામાં આવી રહ્યા છે. ત્યારે લોકોમાં સ્વાઇન ફ્લુ અંગે જાગૃતિ માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સ્વાઈન ફ્લુ અટકાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા જનજાગૃતિ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ તાલુકા મથકે સેમીનાર યોજી સ્વાઇન ફ્લુ કઈરીતે અટકાવી શકાઈ તે અંગે માહિતી આપવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર સર્વેલન્સ કામગીરી કરવામાં આવી રહી છે. શિયાળામાં હજુ પણ સ્વાઈન ફ્લુના કેસ ઉચાળો આવે તેવી દહેશત છે ત્યારે કચ્છ જિલ્લામાં બેકાબુ બનેલા સ્વાઈન ફ્લુ રોગચાળો પર ક્યારે નિયંત્રણ આવશે એ હવે જોવું રહ્યું?

Previous articleઅક્ષય અને પરિણિતી જયપુર ખાતે શુટીંગ કરશે
Next articleઅમરેલીનો માછીમાર રાતોરાત બની ગયો કરોડપતિ