બાયડમાં ખેડૂતોએ કર્યો હાઇ-વે ચક્કાજામ, બે કિમી સુધી ટ્રાફિકજામ

550

રાજ્યમાં માઠા વર્ષને કારણે ખેડૂતોની દશા દયનીય બની છે. સરકારે અનેક વિસ્તારને અછતગ્રસ્ત તો જાહેર કરી દીધા, ટેકાના ભાવે પાક ખરીદીની પણ વ્યવસ્થા કરી પરંતુ હજુ કેટલાક વિસ્તારો છે જ્યાં સરકારી સહાય ધરતીપુત્રો સુધી મળી નથી. અરવલ્લીના બાયડમાં ખેડૂતોએ હાઇ વે ચક્કાજામ કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. પ્રાપ્ત વિગત પ્રમાણે અરવલ્લીના બાયડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં પડી રહેલી મુશ્કેલીને કારણે ખેડૂતો રોષે ભરાયા હતા. કંટાળી તેઓએ વિરોધ વ્યક્ત કરવા માટે રસ્તા પર ઉતરવાની ફરજ પડી હતી. ખેડૂતોએ બાયડ-કપડવંજ રોડ પર ચક્કાજામ કર્યો હતો. ખેડૂતોના દેખાવને કારણે હાઇવે પર બે કિમી સુધી ચક્કાજામ સર્જાયો છે.

Previous articleવિચાર્યુ ન હોતુ કે આ રીતે ધબડકો થશેઃ રોહિત શર્મા
Next articleરાજપૂત સમાજ દ્વારા વ્યસન-મુક્તિનો કાર્યક્રમ યોજાયો