જો ખીચડીની સરકાર બની તો દેશને મુશ્કેલી ઉભી થશેઃ દેવેન્દ્ર ફડણવીસ

0
352

લોકસભા બેઠકને લઇને ભાજપ રાજ્યના જુદા-જુદા શહેરમાં ચૂંટણી પ્રચાર માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યું છે. તો બુધવારે માંડવી અને ધરમપુર ખાતે ક્લસ્ટર સંમેલનનું આયોજન કરાવમાં આવ્યું. જ્યાં મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ માંડવીના હેલિપેડ પર પહોંચ્યા અને ત્યારબાદ તેઓ કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા. મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ સભાનું સંબોધન કર્યું હતું.

ભાજપ દ્વારા દક્ષિણ ગુજરાતના માંડવી અને ધરમપુર ખાતે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને ભાજપના અગ્રણી નેતાઓ આવી પહોંચ્યા હતા. ત્યારે મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ માંડવીના હેલિપેડ પર પહોંચ્યા અને ત્યારબાદ તેઓ કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા. જ્યાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ મહારાષ્ટ્રના સીએમનું સ્વાગત કર્યું હતું.

મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ સભાનું સંબોધન કરતા જણાવ્યું કે, મને ખુશી છે કે આજે ગુજરાતના કાર્યકરોને મળવાની તક મળી છે. અમને ગુજરાત ભાજપને જોઈ ઉર્જા મળે છે. સંગઠન અને સત્તામાં રહી કેવી રીતે કામ થાય છે તે બતાવ્યું છે. ગુજરાત ભાજપ માટે જીત એ નવી વાત નથી. ગત વર્ષોની ચૂંટણી અને અત્યારની ચૂંટણીનો મુદ્દો અલગ છે. આ ચૂંટણીમાં ભાજપને નહીં પરંતુ ભારતને જીતડવાનું છે. મોદીના શાસનમાં ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, છેલ્લા ૧૦૦૦ વર્ષમાં અનેક ભૂલો થઈ જેના કારણે ભારત ગુલામ બન્યો. ૨૦૧૯માં બે રસ્તા પર હાલ દેશ ઉભો છે. પહેલા પીએમને મેડમને પૂછવું પડતું હતું. આવનારા ૫ વર્ષમાં ભારત સૌથી યુવા દેશ હશે. યુવાનોને કારણે યુરોપ, જાપાન, કોરિયા, ચીનનો વિકાસ થયો. હવે ભારતનો વારો છે. જો ખીચડીની સરકાર બની તો દેશને મુશ્કેલી ઉભી થશે. નરેન્દ્ર મોદી સિવાય કોન છે જે દેશને સશક્ત બનાવી શકે છે?

વાજપાઈએ નવા ભારતની શરૂઆત કરી પરંતુ ૧૦ વર્ષ વચ્ચે બગાડયા, પણ હવે મોદીએ શરૂઆત કરી દીધી છે. ગરીબી કોંગ્રેસના કારણે વધી છે. ભલું કોંગ્રેસના લોકોનું અને તેમના પરિવારોનું જ થયું છે. મોદીએ ગરીબોને ગરીબીથી બહાર કાઢ્યા છે. મોદીએ યોજનાઓ પણ એવી બનાવી છે લોકોનું ભલું થયું. જનધન યોજનાથી લોકોના બેંક એકાઉન્ટ ખોલાવ્યા. રાજીવ ગાંધીએ પણ કહ્યું હતું કે એક રૂપિયો દિલ્હીથી મોકલું તો પાંચ પૈસા જ મળે છે. મોદીના કારણે લોકોના ખાતામાં જ રૂપિયા મળતા થઈ ગયા છે.

ક્લસ્ટર સંમેલનમાં જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે,’કોંગ્રેસવાળા લગ્ને લગ્ને કુંવારા રહી જાય છે. કોંગ્રેસના લોકો ૬૭ વર્ષના ઘરડા થશે તો પણ સત્તાનું સુખ જોઇ શક્શે નહી. કોંગ્રેસના નેતાઓમાં તાલમેલનો તફાવત જોવા મળે છે. કેટલાક નેતાઓ ગુજરાતમાં લોકસભાની ૧૨ તો એક નેતા ૨૬ બેઠક જીતવાનો દાવો કરે છે. મીડિયામાં શું નિવેદન આપવું તે કોંગ્રેસવાળા પહેલા નક્કી કરે, તેમના બધા નિવેદનોમાં તફાવત નજર આવે છે. કોંગ્રેસે અત્યાર સુધીમાં ૧૪ લાખ કરોડ રૂપિયાનો ભષ્ટ્રટાચાર કર્યો છે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here