ગુજરાતમાં જુના ચહેરાઓને ફરી વખત તક

1067

લોકસભાની ચૂંટણીને લઇને  ભારતીય જનતા પાર્ટીએ આજે ગુજરાતમાં લોકસભાની કુલ ૨૬ સીટો પૈકીના ૧૫ ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. આની સાથે જ કઇ બેઠક પર કોણ મેદાનમાં રહેશે તેને લઇને ચાલી રહેલી ચર્ચાનો અંત આવ્યો હતો. ભારતીય જનતા પાર્ટીએ વર્ષ ૨૦૧૪માં મોદી લહેર હેઠળ જોરદાર દેખાવ કરીને તમામ ૨૬ સીટો જીતી લીધી હતી. આ બાબતને ધ્યાનમાં લઇને કોઇ પણ જોખમ લીધા વિના તમામ સભ્યોને ફરી ટિકિટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભાજપ પ્રમુખ અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડનાર છે. આ અંગેની જાહેરાત પહેલાથી જ કરવામાં આવી ચુકી છે. છેલ્લી ચૂંટણીમાં જોરદાર દેખાવ કરવામાં આવ્યા બાદ કોઇ જોખમ લીધા વિના રિપિટ થિયેરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વર્તમાન સાંસદોમાં પૂર્ણ વિશ્વાસ મુકવામાં આવ્યો છે. અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી કિરિટ સોલંકીને મેદાનમાં ઉતારી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જામનગર બેઠક પર પુનમ માડમને મેદાનમાં ઉતારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજકોટમાં કુંડારિયાને ટિકિટ આપવામાં આવી છે. તમામ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવાનો સિલસિલો જારી રહ્યો છે. જેના ભાગરૂપે ભાજપે આજે ગુજરાતની બેઠકો માટે પણ પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. ગુજરાતમાં એક જ તબક્કામાં મતદાન યોજાનાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમની ચૂંટણી પંચે ૧૦મી માર્ચના દિવસે  જાહેરાત કરી દીધી હતી. આની સાથે લોકસભા ચૂંટણી માટેનું રણશિંગુ ફુંકાઈ ગયું હતુ.  ચૂંટણી પંચે લોકસભાની કુલ ૫૪૩ સીટો ઉપર સાત તબક્કામાં ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરી હતી જે સાત તબક્કામાં મતદાન યોજાનાર છે તે પૈકી પ્રથમ તબક્કામાં ૧૧મી, બીજા તબક્કામાં ૧૮મી, ત્રીજા તબક્કામાં ૨૩મી, ચોથા તબક્કામાં ૨૯મી એપ્રિલના દિવસે મતદાન યોજાશે જ્યારે પાંચમાં તબક્કામાં છઠ્ઠી મે, છઠ્ઠા તબક્કામાં ૧૨મી મે અને ૧૯મી મેના દિવસે સાતમાં તબક્કામાં મતદાન થશે. તમામ તબક્કાની મતગણતરી એક સાથે ૨૩મી મેના દિવસે યોજાશે. આનો મતલબ એ થયો કે, ૧૭મી લોકસભામાં સત્તાની ચાવી કોની પાસે આવશે તે અંગેનો ફેંસલો ૨૩મી મેના દિવસે થશે. ગુજરાતમાં ૨૩મી એપ્રિલના દિવસે મતદાન યોજાનાર છે. ગુજરાતની સાથે ૨૩મી એપ્રિલના દિવસે જે રાજ્યોમાં મતદાન યોજાનાર છે તેમાં આસામ-૪, બિહાર-૫, છત્તીસગઢ-૭, ગુજરાત-૨૬, ગોવા-૨, જમ્મુ કાશ્મીર-૧, કર્ણાટક-૧૪, કેરળ-૨૦, મહારાષ્ટ્ર-૧૪, ઓરિસ્સા-૬, ઉત્તરપ્રદેશ-૧૦, પશ્ચિમ બંગાળ-૫, દાદરા અને નગરહવેલી-૧, દમણ અને દીવ-૧નો સમાવેશ થાય છે.ગુજરાતમાં ચૂંટણી માટે જાહેરનામુ ૨૮મી માર્ચના દિવસે જારી કરાશે. ઉમેદવારી પાછી ખેંચવાન છેલ્લ તારીખ ૪થી એપ્રિલ રહેશે.

ચકાસણીની સાથે પાંચમી એપ્રિલના દિવસે રહેશે. ઉમેદવારી પરત ખેંચવા માટેની છેલ્લી તારીખ ૮મી એપ્રિલ રહેશે. તમામ ૨૬ સીટ ઉપર મતદાન યોજાશે. લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાનાર છે ત્યારે ત્રીજા તબક્કામાં ગુજરાતમાં ચૂંટણી યોજાશે. આ વખતે આ કામગીરી ઓછા તબક્કા હોવા છતાં નિર્ધારિત ગાળામાં પૂર્ણ કરાશે. ચૂંટણી પંચને એવી દહેશત પણ સતાવી રહી છે કે, ગુજરાતમાં ચૂંટણી દરમિયાન મની પાવરનો ઉપયોગ થઇ શકે છે.

આ શક્યતાને ડામવા માટે ચૂંટણી પંચે કેટલાક બગલા લીધા છે. ફ્લાઇંગ ટુકડીઓ પણ ગોઠવવામાં આવશે. ચેકપોસ્ટ ઉપર ચકાસણી પણ હાથ ધરવામાં આવશે. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી સ્પર્ધા થશે. ગુજરાતમાં ૨૬ બેઠકો ઉપર મતગણતરીને લઇને તમામ પગલા લેવાયા છે. ગુજરાતમાં આટલી રકમની હેરફેર વેપારીઓ અને આંગડિયાઓ તથા અન્ય માટે સામાન્ય હોવાથી આ વખતે કેવું વલણ અખત્યાર કરવામાં આવશે તે જોવું રહ્યું. ગુજરાતમાં ચૂંટણીને લઇને રાજકીય ગરમી હવે વધી ગઈ છે.

Previous article‘હું તમારો બાપ છું’ઃ ચાવડાના બફાટથી પત્રકારોમાં આક્રોશ
Next articleહેપ્પી સ્પેરો વીક અંતર્ગત ગાંધીનગરમાં વિવિધ સ્થળે ચકલી ઘરનું વિતરણ