મધ્યાહ્ન ભોજન કેન્દ્ર પર જનતા રેડ, એક્સપાયરી ડેટવાળા તેલના ડબ્બા મળ્યા

0
278

ગોમતીપુરમાં આવેલા મધ્યાહ્ન ભોજન કેન્દ્ર પર જનતા રેડ પાડવામાં આવી હતી. જેમાં આંગણવાડીમાંથી એક્સપાયરી ડેટવાળા તેલના ડબ્બા મળી આવ્યા હતા.

ગોમતીપુરના સ્થાનિક કોર્પોરેટરની આગેવાનીમાં મધ્યાહ્ન ભોજન કેન્દ્ર પર જનતા રેડ પાડવામાં આવી હતી. આ દરમિયાન સામે આવ્યું હતું કે, આંગણવાડીમાં ભોજન કરતાં વિદ્યાર્થીઓની હેલ્થ સાથે કેવી રીતે ચેડા કરાય છે. રેડ દરમિયાન આંગણવાડીમાં અપાતા તેલના ડબ્બા એક્સપાયરી ડેટવાળા હોવાનું સામે આવ્યું હતું.

આ તેલના ડબ્બાની તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, તે ૨૦૧૦, ૨૦૧૩, ૨૦૧૫ વર્ષના મૅન્યુફેક્ચરિંગ ડેટના તેલના ડબ્બા હતા. આવા ૫૦થી વધુ તેલના ડબ્બા ઝડપાયા હતા. જ્યારે જનતા રેડ પડતાં અધિકારીઓએ આ એક્સપાયરી ડેટના તેલના ડબ્બા સગેવગે કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here