દહેગામમાં પ્રદૂષિત પાણીથી ૨૦થી વધુ લોકોને ઝાડા-ઊલટી

477

દહેગામમાં પૂર્ણિમા હાઇસ્કૂલથી બારોટવાડા તરફ વીજ કચેરી દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલ નાંખવા માટે પાઇપ નાંખવા ડ્રિલીંગ કરાયુ હતુ. જેના કારણે આ વિસ્તારમાં ત્રણેક જગ્યાએ પાણીની પાઇપ લીકેજ થઇ ગટરના પાણી સાથે ભળી જતાં આ વિસ્તારમાં રહેતાં ૨૦થી વધુ લોકો ઝાડા ઊલ્ટીનો ભોગ બન્યા હતા. જેના પગલે પાલિકા દ્વારા લિકેજ શોધી રિપેરીંગ કરવાની કામગીરી શરૂ કરી હતી. આ સાથે જ વિસ્તારમાં રોગચાળો વકરે નહીં તે માટે ટેન્કર દ્વારા પાણી આપવામાં આવ્યુ હતુ.

દહેગામ શહેરના પૂર્ણિમા હાઇસ્કૂલથી બારોટવાડા પગથિયા તરફ લો વોલ્ટેજની ફરિયાદોને પગલે વીજ કચેરી દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલ નાંખવા ડ્રિલિંગ મશીનથી પાઇપો નાંખવાની કામગીરી કરાઇ હતી. તે સમયે આ વિસ્તારમાં ત્રણેક સ્થળો પર પીવાના પાણીની પાઇપ લાઇન તૂટી થતાં ગટરના પાણી સાથે પાણી ભળતા આ વિસ્તારમાં રહેતાં ૨૦થી વધુ લોકો ઝાડા ઊલ્ટીનો ભોગ બન્યા હતા. જેની જાણ પાલિકાને કરવામાં આવતાં તંત્ર સફાળુ જાગી ઉઠ્‌યું હતુ અને લિકેજ શોધી તેને રિપેર કરવાની કવાયતમાં જોતરાયું હતું. લિકેજ રિપેરીંગ ન થાય ત્યાં સુધી પાલિકા દ્વારા આ વિસ્તારમાં ટેન્કર દ્વારા પીવાના પાણીનો પુરવઠો આપવામાં આવ્યો હતો. આ અંગે નગર પાલિકાના ચીફ ઓફિસર સતીષ પટેલે જણાવ્યું હતું કે, ‘વીજ કચેરી દ્વારા કેબલ નાંખવાની પ્રક્રિયા દરમ્યાન પાઇપો તૂટી જતાં લિકેજ થયુ હતુ. જે અંગે વીજ કચેરીના જવાબદારોને લેખિત અપાયું છે.

Previous articleઆ ગામમાં આઠ દિવસે એક જ વાર પીવાનું પાણી મળે છે
Next articleગાંધીનગરમાં વીજ કનેક્શનના અભાવે ત્રણ બોર નકામા