મોડલિંગથી ખુબ જ ફાયદો થયો છે : કૃતિ સનુન

0
230

બોલિવુડમાં ટુંકા ગાળામાં લોકપ્રિયતા મેળવી લેનાર કૃતિ સનુન પાસે હાલમાં કેટલીક ફિલ્મો છે.  જેમાં પાણિપત  અને હાઉસફુલ-૪ ફિલ્મનો સમાવેશ થાય છે.  તેની કેરિયરને આ ફિલ્મો નવી તેજી સ્પર્ધાના યુગમાં આપી શકે છે. કૃતિનુ કહેવુ છે કે બોલિવુડમાં ટકવાની બાબત ખુબ મુશ્કેલ છે. આના માટે શરૂઆતની ફિલ્મ હિટ થાય તો જ તક રહેલી છે. નવા કલાકારો માટે પડકાર પણ ઘણા છે. કૃતિનુ કહેવુ છે કે બોલિવુડની ફિલ્મોમાં એન્ટ્રી કરતા પહેલા મોડલિંગ કરવાના કારણે તેને ફાયદો થયો છે. તેનુ કહેવુ છે કે મોડલિંગના કારણે બોલિવુડમાં પગ જમાવવામાં મદદ મળી છે. કૃતિ સનુને કહ્યુ છે કે તે શાનદાર રીતે હાલમાં આગળ વધી રહી છે. કૃતિ પાસે હાલમાં કેટલીક ફિલ્મો રહેલી છે. કૃતિ સનુને કહ્યુ છે કે તે હવે બોલિવુડમાં વધુ ફિલ્મો કરવા માટે આશાવાદી બનેલી છે. તે માને છે કે મોડલિગ કરી ચુકેલી યુવતિ બોલિવુડમાં વધારે આત્મવિશ્વાસ સાથે આગળ વધી શકે છે. કૃતિ અને સુશાંત હાલમાં મોટા ભાગે સાથે નજરે પડે છે.  અત્રે નોંધનીય છે કે સુશાંતને સૌથી પહેલા ચેતન ભગતની નવલકથા પર આધારિત ફિલ્મ હાફ ગર્લફ્રેન્ડ મળી હતી. જો કે તે આ ફિલ્મમાં કામ કરી શક્યો ન હતો. ત્યારબાદ તેની જગ્યાએ અર્જૂન કપુરને લેવામાં આવ્યો હતો. અર્જૂન કપુરની સાથે ફિલ્મમાં શ્રદ્ધા કપુર જોવા મળી હતી.  મોહિત સુરી દ્વારા હાફ ગર્લ ફ્રેન્ડ ફિલ્મ બનાવવામાં આવી હતી.   કરણ જોહરની ડ્રાઇવ ફિલ્મમાં પણ તે કામ કરી રહ્યો છે.

સુશાંત બોલિવુડમાં આવ્યા બાદ સારી સારી ફિલ્મોમાં કામ કરી રહ્યો છે. તેની પાસે સારી પટકથા વાળી ફિલ્મોની ઓફર આવી છે. કૃતિ બોલિવુડમાં આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરી આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here