આર્સેનલના ખેલાડી મેસુત ઓઝિલ અને કોલસેનિક પર ચાકૂથી હુમલો થતા ખળભળાટ

511

ઇંગ્લેન્ડના ફૂટબોલ ક્લબ આર્સેનલના સ્ટાર ખેલાડી મેસુત ઓઝિલ અને તેના સાથી એસ કોલસેનિક પર લંડનમાં ચાકૂથી હુમલો થયો હતો. ઉત્તર લંડનમાં હુમલાખોરો સાથે ઝડપ થયા પછી બંને ત્યાંથી ભાગી ગયા હતા. ડેલી મેલ વેબસાઈટે કહ્યું હતું કે જર્મનીના પૂર્વ ઇન્ટરનેશનલ મિડફિલ્ડર ઓઝિલ કાળી મર્સીડીઝ ચલાવી રહ્યો હતો. ત્યારે મોટરસાઇકલ આડી લાવીને તેમને રોકવામાં આવ્યા હતા. તે પછી કોલસેનિક ગાડીમાંથી ઉતરીને તેમની સાથે ભીડ્યો હતો. તે પછી બંને ખેલાડીઓ ત્યાંથી ભાગી ગયા હતા.આર્સેનલે આ ઘટના પછી એક સ્ટેટમેન્ટ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે બંને ખેલાડી સુરક્ષિત છે. કોઈએ અંગત ફાયદા માટે તેમના પર હુમલો કર્યો હતો. પોલીસે જાણકારી આપતા કહ્યું હતું કે સ્થાનીય સમયાનુસાર સાંજે ૫ વાગે લૂટની ઘટના થઇ હતી. તે પછી તરત જ રિપોર્ટ લખવામાં આવી હતી.ઘટના પછી ઓઝિલ એક તુર્કી રેસ્ટોરન્ટની બહાર પોલીસ સાથે વાત કરતો દેખાયો હતો. ઘટનાના સાક્ષી અજુકા એલીનતાએ એક વેબસાઈટને કહ્યું કે, ઓઝિલ ઘબરાયેલો હતો. ઘટના પછી કોઈ પણ માણસ સાથે આવું જ થાય છે. ઓઝિલે આર્સેનલ માટે ૧૬૬ મેચમાં ૩૨ ગોલ કર્યા છે. જ્યારે કોલસેનિકે ૫૧ મેચમાં ૨ ગોલ કર્યા છે.

Previous articleપ્રિયંકા ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટના કરોડો રૂપિયા લે છે
Next articleરીટાયર્ડ થયા પછી યુવીની પહેલી ઇનિંગમાં ધબડકો, ૨૭ બોલમાં માત્ર ૧૪ રન..!!